સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ‘kill’ તમે આ તારીખથી જોઈ શકશો OTT પર, નોંધી લો તારીખ
નિખિલ નાગેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ કિલ 5 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવી ગઈ છે. લક્ષ્ય લાલવાણી અને રાઘવ જુયાલ અભિનીત આ ફિલ્મને પણ દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે હવે એક્શન-સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર ફિલ્મો ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે
એક્શન થ્રિલરથી ભરપૂર ‘કિલ’એ મીડીયમ રિવ્યુ મેળવ્યા હોવા છતાં, ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘Kill’ 23 જુલાઈ, 2024ના રોજ ડિજિટલ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે, પરંતુ તે માત્ર અમેરિકા માટે જ હશે. પરંતુ તમે તેને એપલ ટીવી, એમેઝોન પ્રાઇમ વિડિયો અને ગૂગલ પ્લે પર વીડિયો ઓન ડિમાન્ડ દ્વારા જોઈ શકશો. જો કે ફિલ્મ મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
લક્ષ્યે ફિલ્મ ‘કિલ’માં મુખ્ય હીરોની ભૂમિકા ભજવી છે. તમને જણાવી દઈએ કે લક્ષ્યની આ ડેબ્યુ ફિલ્મ છે. રાઘવ જુયાલે વિલન ફણીના રોલમાં ઉત્તમ કામ કર્યું છે. તેના સિવાય ફિલ્મમાં તાન્યા માણિકતલા છે, જે લક્ષ્યની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળી હતી. ફિલ્મની વાર્તા કંઈક આ પ્રમાણે છે, NSG કમાન્ડો અમૃત રાઠોડ (લક્ષ્ય)ને તેની ગર્લફ્રેન્ડ (તાન્યા માણિકતાલા)ની સગાઈના સમાચાર મળે છે. તે પોતાની ગર્લફ્રેન્ડને ભગાડવા માટે રાંચી જાય છે. તેની સાથે તેનો મિત્ર વિરેશ (અભિષેક ચૌહાણ) પણ છે. યુવતી તેના પરિવાર સાથે રાંચીથી રાજધાની એક્સપ્રેસમાં બેસીને દિલ્હી જવા રવાના થાય છે. પ્રેમી અમૃત પણ તેના મિત્ર સાથે આ જ ટ્રેનમાં છે. જ્યારે ટ્રેન થોડી આગળ વધે છે, ત્યારે 40 ડાકુઓની ટોળકી તેમાં ચઢી જાય છે. ‘કિલ’ની વાર્તા અહીંથી શરૂ થાય છે.
