છોકરીને તેનો નંબર પૂછવો એ ખોટું છે પણ જાતીય સતામણી નથી : હાઈકોર્ટે
ગાંધીનગરના યુવક સામે મહિલાએ નોંધાવી હતી ફરિયાદ :
ગુજરાત હાઇકોર્ટે એક મહત્વની ટીપ્પણી કરતા જણાવ્યું છે કે, કોઈ છોકરીનું નામ કે મોબાઈલ નંબર પૂછવો એ યોગ્ય નથી પરંતુ તે જાતીય સતામણીની વ્યાખ્યામાં ન આવી શકે. હાઇકોર્ટે ગાંધીનગરનાં સમીર રોય નામના એક વ્યક્તિ સામે કેસ દાખલ થયો હતો અને તેમાં એક મહિલા પાસે નામ,નંબર અને સરનામુ માગ્યાનો આરોપ હતો. પોલીસે તેની સામે યૌન ઉત્પીડનનો કેસ નોંધ્યો હતો.
સમીર રોય વિરુદ્ધ 26 એપ્રિલે કેસ નોંધવામાં આવ્યો હતો. સમીરે હાઈકોર્ટને જણાવ્યું કે જ્યારે તેણે પોલીસ પર તેના પર ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો ત્યારે તેની સામે જાતીય સતામણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
સમીરનું કહેવું છે કે પોલીસે 25મી એપ્રિલે તેને ટોર્ચર કર્યો હતો. આ અંગે તેણે પોલીસ સામે ફરિયાદ પણ કરી હતી. તેણે પોલીસ પર ફોન છીનવી લેવાનો અને તેમનો ડેટા ડિલીટ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
પોલીસની આ કાર્યવાહી પર ગુજરાત હાઈકોર્ટે સવાલો ઉઠાવ્યા છે. જસ્ટિસ નિર્જર દેસાઈએ કહ્યું, ‘જો કોઈ કહે કે તમારો નંબર શું છે, તો તે ખોટું છે, પરંતુ આ FIR નોંધવાનો કેસ નથી. શું આમાં કોઈ ખોટો ઈરાદો છે?
જસ્ટિસ નિર્જર દેસાઈએ કહ્યું, ‘હા, તે (નંબર પૂછવું) અયોગ્ય હોઈ શકે છે, પરંતુ કોર્ટનું માનવું છે કે જો આપણે આઈપીસીની કલમ 354 જોઈએ તો તે જાતીય સતામણી અને તેની સજા વિશે છે.’ વાસ્તવમાં, મહિલાએ આઈપીસીની કલમ 354A હેઠળ યુવક વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે,’એફઆઈઆરમાં લખેલી વાતો સાચી હોય તો પણ મહિલાનો નંબર માંગનાર યુવકની જાતીય સતામણી ન હોઈ શકે. આ અયોગ્ય છે પણ જાતીય સતામણી નથી.