Deepika Padukone કોને જન્મ આપશે…બેબી બોય કે બેબી ગર્લ ?? પ્રખ્યાત જ્યોતિષે કરી કંઇક આવી ભવિષ્યવાણી
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના ઘરે થોડા મહિના બાદ પારણું બંધાશે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. ‘કલ્કી 2898 એડી’ અભિનેત્રી આ વર્ષે સપ્ટેમ્બરમાં તેના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. આ કપલે ફેબ્રુઆરીમાં ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા હતા. ફેંસ દીપિકા સાથે જોડાયેલી નાનામાં નાની માહિતી મેળવવા માટે આતુર હોય છે ત્યારે દીપિકાને બેબી બોય થશે કે બેબી ગર્લ એ જાણવા માટે પણ ફેન્સ ખુબ જ આતુર છે. આ દરમિયાન, પ્રખ્યાત જ્યોતિષીએ આવી ભવિષ્યવાણી કરી છે, જે ખુબ જ ચર્ચામાં છે.

દીપિકા પાદુકોણ છોકરોને જન્મ આપશે કે છોકરીને ? આ તેમની ડિલિવરી પછી ખબર પડશે, પરંતુ એક પ્રખ્યાત જ્યોતિષીએ આગાહી કરી છે કે નવો મહેમાન કોણ બનશે અને તેના આગમનથી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના જીવનમાં શું બદલાવ આવશે.
Koimoi.comના એક અહેવાલ મુજબ, પંડિત જગન્નાથ ગુરુજીએ રણવીર અને દીપિકાના આવનાર બાળક વિશે વાત કરી છે. પંડિત જગન્નાથ ગુરુજી પ્રખ્યાત ખ્યાતનામ જ્યોતિષી અને ફેસ રીડર છે. તેણે અગાઉ પણ ભવિષ્યવાણી કરી હતી કે દીપિકા 2024માં પ્રેગ્નન્ટ થશે. ભવિષ્યવાણી પ્રમાણે આ બાળક પોતાના માતા-પિતા માટે રાજકુમાર એટલે કે પુત્ર થશે અને તે પોતાના માતા-પિતા બંને માટે શુભકામનાઓ લાવશે. તેનો અર્થ એ છે કે રણવીર અને દીપિકાનો દીકરો તેમના માટે ઘણું નસીબ લઈને આવશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા આ દિવસોમાં ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ માટે ચર્ચામાં છે. દીપિકાએ પ્રેગ્નન્સી રજા પર જતા પહેલા જ ‘સિંઘમ અગેન’માં તેના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. રણવીર ફિલ્મ ‘સિંઘમ અગેન’માં પણ જોવા મળશે. આ કપલની સાથે ફિલ્મમાં અજય દેવગન, કરીના કપૂર ખાન, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર જેવા કલાકારો પણ છે.