અમદાવાદમાં 147મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથનું મામેરું
મોરપીંછની થીમ પર જગતના નાથના વાઘા, ભગવાનને મામેરામાં રજવાડી ચંદનહાર
ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળે તે પહલાં સરસ પ્રવાસીઓ તમને ખૂબ આગતાસ્વાગતા કરેં છે અને જેઠવદ અગિયારસ ના દિવસે ભગવાન જગન્નાથનું મામેરું ભરાય છે અને ભક્તોને તેના દર્શનનો લાહવો મને છે. આ વરસે પણ પરંપરા મુજબ સરસપુર ઉર્ફ ખાતે ભગવાનના મામા ના ઘરે એટલે સરસપૂર રણછોડરાયજી મંદિર ખાતે ભગવાન જગન્નાથનું લાખેણી મામેરું ભરાયું છે. ભક્તોના લાંબા વિલંબ બાદ તેમણે ભગવાન જગન્નાથના મામેરાના દર્શન થયા હતા.
આ વર્ષે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી મોરપીંછ અને હાથીની થીમ આધારિત વેલ્વેટના વસ્ત્ર પહેરીને નગરચર્યાએ નીકળશે. આ વર્ષે ભગવાન જગન્નાથજીના વસ્ત્ર લીલા અને વાદળી રંગમાં અન તેમની પાઘડીમાં મોરપીંછથી સુશોભન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભગવાનને સોના ચાંદીના ઘરેણા પણ અર્પણ કરવામાં આવ્યા છે. આ વર્ષે ભગવાનને ખાસ રજવાડીચંદનહાર અર્પણ કરવામાં આવશે તદુપરાંત બહેન સુભદ્રાજીને સોનાની નથણી, હાર બાજુબંધ સહિતની વસ્તુઓ તથા ચાંદીના પાયલ પણ અર્પણ કરવામાં આવ્યા છે. અષાઢી બીજના દિવસે બેન સુભદ્રાજી શોળે શણગાર સજીને તેમના ભાઈઓ સાથે નગર ચર્યાએ નિકળવાના એમાં તમને સાજશણગારની તમામ વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવી છે. તદુપરાંત સરસપુરમાં મામાના ઘરે ચાંદીની ગાય તથા તુલસી ક્યારો મામેરામાં સાથે આપવામાં આવશે.
દર વર્ષે ભગવાન જગન્નાથજીને મામેરા ભરવા માટે વર્ષો વેટિંગ હોય છે ત્યારે આ વર્ષ મામેરાનો લાભ અમદાવાદના વસ્ત્રાલના પ્રજાપતિ પરિવારને મળ્યો છે. ભગવાન જગન્નાથજીના મામેરાના યજમાન વિનોદભાઈ પ્રજાપતિએ વોઇસ ઓફ ડે સાથે વાત કરતા જણાવ્યું હતું કે, લગભગ 150 વર્ષ બાદ પ્રજાપતિ પરિવારને આ લાભ મળ્યો છે. છેલ્લા 5 વર્ષથી દર વર્ષે અમે નામ લખાવતાં હતાં અને 5 વર્ષ બાદ અવસર અમારા આંગણે આવ્યો છે કે ભગવાન જગન્નાથજીનું મામેરૂ ભરી શકીશું ભગવાનની દયાથી આ અવસર અમને મળ્યો સે જેની ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું.