રોનાલ્ડો ગ્રાઉન્ડ પર જ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો !
યૂરોકપ-૨૦૨૪ના નોકઆઉટ રાઉન્ડમાં પોર્ટુગલ-સ્લોવેનિયા વચ્ચે મુકાબલો રમાયો હતો. કોઈ પણ ટીમ મેચમાં ગોલ કરી શકી ન્હોતી અને સમય પૂરો થવા સુધી એક પણ ગોલ ન થતાં મેચ ૦-૦થી પૂરી થઈ હતી. આ પછી મેચનું પરિણામ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા આવ્યું હતું જેમાં પોર્ટુગલે સ્લોવેનિયાને હરાવ્યું હતું. મેચ દરમિયાન પોર્ટુગલના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક પેનલ્ટી મીસ કરી દીધી હતી જેના કારણે તે ગ્રાઉન્ડ પર જ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો હતો. એટલું જ નહીં પુત્રને આ રીતે રડતો જોઈને રોનાલ્ડોના માતા પણ રડી પડ્યા હતા. રોનાલ્ડોએ પેનલ્ટી મીચ કરી દેવાને કારણે જ પોર્ટુગલની ટીમ મેચ દરમિયાન એક પણ ગોલ કરી શકી ન્હોતી