રોહિત શર્માએ કર્યો એક ફોન’ને રાહુલ દ્રવિડ…
નવેમ્બરમાં બનેલી એ ઘટના કે જેનાથી સૌ અજાણ હતા તે થઈ જાહેર
ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. બીસીસીઆઈએ દ્રવિડનો એક વીડિયો શેયર કર્યો છે જેમાં તેઓ આખી ટીમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. રાહુલ દ્રવિડે એમ પણ જણાવ્યું કે નવેમ્બર-૨૦૨૩માં પોતાનું પદ છોડવા માગતા હતા પરંતુ રોહિતના એક ફોને તેને રોકાઈ જવા માટે મજબૂર કર્યા હતા.
દ્રવિડે કહ્યું કે થેંન્ક યૂ રો, મને નવેમ્બરમાં એ ફોન કરવા માટે અને રોકાઈ જાવ તેમ કહેવા માટે. મને લાગે છે કે ટીમ ઈન્ડિયામાં દરેક શખ્સ સાથે કામ કરવું ગર્વની વાત છે. હું દરેક વ્યક્તિનો આભારી છું પરંતુ રો (રોહિત) તમારો ખાસ આભાર કેમ કે તમે મને આટલો સમય આપ્યો છે એક્ કેપ્ટન તરીકે. અનેક વખત આપણે વાત કરી, ઘણી વાતો પર આપણે સહમત હતા તો ઘણી એવી વાત પણ હતી જેમાં આપણે સહમત ન્હોતા આમ છતાં હું બધાનો આભાર વ્યક્ત કરું છું. આ ગ્રુપમાં દરેક વ્યક્તિને ઓળખવી ઘણી શાનદાર રહી છે.
ઉલ્લેખનીય છે કે વન-ડે વર્લ્ડકપમાં ઑસ્ટે્રલિયા સામે ફાઈનલ મુકાબલામાં ભારતનો પરાજય થયો હતો જે પછી રાહુલ દ્રવિડ કોચની જવાબદારી છોડી દેવાના હતા.