દેશમાં લોકોની બચત અંગે રિઝર્વ બેન્કે શું કહ્યું ? જુઓ
દેશભરમાં લોકોની શુધ્ધ બચતમાં ઘટાડો અને ખર્ચમાં વધારો જોવા મળ્યો છે. આમ દેશમાં જનતા પાસે પોતાના મોટા કામ પાર પાડવા આડે અવરોધો ઊભા છે અને આ પ્રકારની માહિતી ખુદ રિઝર્વ બેન્ક દ્વારા આપવામાં આવી છે. નાણાકીય સ્થિરતા રિપોર્ટમાં આ મુજબનો ખુલાસો કરવામાં આવ્યો છે.
અહેવાલમાં એવો ઉલ્લેખ છે કે બચત ઘટવાના બે મુખ્ય કારણો છે. લોકો હવે મોટા ભાગે સોના ચાંદી, ઘર જમીન અને બીજા સ્થળે વધુ રોકાણ કરી રહ્યા છે. એ જ રીતે લોકોનો ઘરેલુ ખર્ચ વધી ગયો છે. આ માટે લોકોના શુધ્ધ બચતની ટકાવારીમાં ઘટાડો થયો છે. ખર્ચ ખૂબ જ વધી રહ્યો છે.
જો કે એક હકીકત એવી પણ છે કે કોરોના કાળ દરમિયાન લોકોની બચત વધી હતી. એ સમય દરમિયાન વધારાનો ખર્ચ કરી શકાયો નહતો. કોરોના વખતે ઘરેલુ બચત 51.7 ટકા થઈ ગઈ હતી. લોકડાઉન ખૂલી ગયા બાદ લોકોએ ખર્ચ વધારી દીધો હતો અને સંપત્તિમાં વધુ રોકાણ કરાયું હતું.
લોકો હવે સંપત્તિઓ ખરીદવા માટે લોન પણ વધુ પ્રમાણમાં લઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી કૃષિ અને ધંધા માટેની લોન વધી રહી છે. જો કે લોકોને શેર બજારથી સારું રિટર્ન મળી રહ્યું છે. આમ છતાં ખર્ચ વધારે થઈ રહ્યો છે માટે બચત ઘટી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે જીડીપીમાં બચતની હિસ્સેદારી ઘટી છે.
કોરોના કાળ બાદ લોકોની નાણાકીય ઉધારી ભરપાઈ કરવામાં આવી રહી છે અને તેના લીધે પણ બચતમાં ઘટાડો થયો છે. જો કે આગળ જતાં સ્થિતિ સામાન્ય થઈ જવાની પણ આશા છે. રિઝર્વ બેન્કે દેશભરમાં ઘરેલુ ખર્ચ અને બચત બારામાં આ અહેવાલ તૈયાર કર્યો છે.