કાર્તિક બન્યો RCBનો બેટિંગ કોચ અને મેન્ટોર
સન્યાસ બાદ દિનેશ કાર્તિકની આઈપીએલમાં વાપસી થઈ છે. આ વખતે તે બેટિંગ અને વિકેટકિપિંગની જગ્યાએ આરસીબીમાં નવી ભૂમિકા ભજવશે. ભારત અને આરસીબીના પૂર્વ વિકેટકિપર કાર્તિકને આરસીબીનો નવો બેટિંગ કોચ અને મેન્ટોર બનાવાયો છે. બેંગ્લુરુએ પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર દિનેશ કાર્તિકની તસવીરો શેયર કરીને લખ્યું છે અમારા કિપરનું સ્વાગત છે. દિનેશ કાર્તિકની એક નવા અવતારમાં આરસીબીમાં વાપસી થઈ છે. હવે તેઓ પુરુષ ટીમના બેટિંગ કોચ અને મેન્ટોર હશે. કાર્તિકે આઈપીએલ-૨૦૨૪ બાદ સન્યાસ લઈ લીધો હતો. તે ૨૦૦૭માં પ્રથમ ટી-૨૦ વર્લ્ડકપ જીતનારી ટીમનો હિસ્સો હતો. તેણે અત્યાર સુધી આઈપીએલની દરેક સીઝન રમી છે.