નવા કાયદા હેઠળ પ્રથમ ફરિયાદ ગુટકા વેંચતા ફેરિયા સામે નોંધાઈ
દિલ્હી પોલીસે શુકનમાં મોટો મીર માર્યો!
લોકોને અવરોધ થાય તે રીતે રેંકડી રાખી હતી
પહેલી જુલાઈથી અમલમાં આવેલ નવા કાયદા ભારતીય ન્યાય સહિતા હેઠળ દિલ્હી પોલીસે પ્રથમ ગુનો રસ્તા ઉપર રેકડી રાખી બીડી,સિગરેટ, પાણીની બોટલ અને ગુટકા વેચતા એક ફેરિયા સામે નોંધી હતી.
પોલીસના જણાવ્યા મુજબ રવિવારે પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે ન્યુ દિલ્હી રેલવે સ્ટેશનના ફૂટ બ્રિજ ઉપર મૂળ બિહારનો પંકજકુમાર નામનો ફેરીયો રસ્તા ઉપર રેકડી રાખી વેપાર કરતો હતો. એફઆઇઆર માં જણાવ્ય અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરે તેને ત્યાંથી રેકડી હટાવી લેવાનું કહેવા છતાં પંકજકુમાર ટસનો મસ નહોતો થયો. એ પીએસઆઈ એ રાહદારીઓને તપાસમાં સામેલ થવા વિનંતી કરી હતી પરંતુ કોઈએ સહયોગ ન આપતા અંતે તેમણે ઇ – પ્રમાણ એપ્લિકેશન દ્વારા ફોટો પાડી અને ફરિયાદ નોંધી હતી.
ફૂટપાથ પર દાંધો કરનારા લાખો ફેરિયાઓ ઉપર ફરિયાદ થઈ શકે છે.
દિલ્હી પોલીસે નવા ક્રિમિનલ કોડની કલમ 285 હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કલમ હેઠળ કોઈપણ વ્યક્તિ કોઈપણ કૃત્ય કરીને તેના કબજા હેઠળથી કોઈપણ મિલકત દ્વારા સાર્વજનિક માર્ગ અથવા નેવિગેશનની સાર્વજનિક લાઈનની અવગણમાં કરીને કોઈ પણ વ્યક્તિને જોખમ, અવરોધ અથવા ઈજા પહોંચાડે ત્યારે શિક્ષા અને 5000 રૂપિયાના દંડની જોગવાઈ છે. નોંધનીય છે કે ભારતભરમાં નાના મોટા શહેરોમાં લાખો લોકો ફૂટપાથ ઉપર બેસીને ધંધો કરે છે. આ કાયદા હેઠળ એવા ધંધાર્થીઓ સામે ગુનો નોંધી શકાય છે તેનું દ્રષ્ટાંત મળ્યું છે.