17 વર્ષ બાદ રોહિતસેનાએ ભારતને અપાવ્યો વર્લ્ડકપ: ટી-20 વર્લ્ડ કપમાં આફ્રિકા સામે ભારતનો શાનદાર વિજય
ICC ટી 20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચમાં ભારત સામે સાઉથ આફ્રિકાનો મુકાબલો થયો હતો. જેમાં ભારે રસાકસી બાદ ભારતનો ભવ્ય વિજય થયો છે. એક સમયે મેચ ભારતના હાથમાંથી નીકળી ગઈ હતી. પરંતુ ભારતના બોલર્સે હારેલી મેચ જીતાડી. હાર્દિક પંડ્યા અને બુમરાહની ઓવરનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. ખાસ કરીને સૂર્યકુમાર યાદવે લીધેલ ખાસ કેચ તો હંમેશા માટે યાદગાર બની રહેશે.
ભારતની આ જીતમાં વિરાટ કોહલીનો મહત્વનો ફાળો છે. કોહલીએ ફાઈનલ મુકાબલમાં શાનદાર ઈનિંગ રમી હતી. કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેના ટાઇટલ મુકાબલામાં તેણે 59 બોલમાં 76 રનની ઇનિંગ રમીને ભારતને મુશ્કેલીમાંથી ઉગારી લીધું હતું. બુમરાહે ખૂબ જ શાનદાર બોલિંગ કરી હતી. બુમરાહે 4 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ ઝડપી હતી. બુમરાહની શાનદાર બોલિંગના કારણે ટીમને જીત મળી છે.
ફાઇનલ મેચમાં વિરાટ કોહલીની શાનદાર બેટિંગ
ટી 20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટની લગભગ તમામ મેચમાં વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હતું. કોહલીના ફૉર્મ પર અનેક લોકો સવાલ કરી રહ્યા હતા પરંતુ ટીમ તથા કેપ્ટન અને કોચને કોહલી પર ભરોસો હતો. કોહલીએ આજે સાબિત કરી બતાવ્યું કે જ્યારે ટીમ પ્રેશરમાં હોય ત્યારે ક્રિકેટનો કિંગ બનીને એકમાત્ર ખેલાડી ઉભરે છે, નામ છે વિરાટ કોહલી