શ્રીલંકા ક્રિકેટમાં ભૂકંપ: બે દિગ્ગજના રાજીનામા
શ્રીલંકાના મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવૂડે ટી-૨૦ વર્લ્ડકપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ પદ પરથી રાજીનામું આપી દીધું છે. પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધનેએ પણ સલાહકાર કોચનું પદ છોડવાનો નિર્ણય લીધો છે. વાનિંદુ હસરંગાની આગેવાનીવાળી શ્રીલંકન ટીમ ટી-૨૦ વર્લ્ડકપના પ્રથમ રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી. તેને બાંગ્લાદેશ અને આફ્રિકા સામે હાર મળી જ્યારે નેપાળ સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. એકંદરે ટીમનું પ્રદર્શન અત્યંત ખરાબ રહેતાં કોચના રાજીનામાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. આવનારા દિવસોમાં શ્રીલંકન ટીમમાં પણ અનેક ફેરફારો થઈ રહ્યાની અટકળો વહી રહી છે.