ગીલ રિઝર્વ ખેલાડી તરીકે ટીમ સાથે અમેરિકા ગયો’ને થઈ ગયો અલગ !
ટીમ સાથે રહેવાની જગ્યાએ સાઈડ બિઝનેસમાં વ્યસ્ત હોવાનું ખુલ્યું: હવે ભારત પરત મોકલાશે
શુભમન ગીલ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સાથે રિઝર્વ ખેલાડી તરીકે અમેરિકા ગયો હતો પરંતુ તે સ્ટેડિયમમાં ક્યાં પણ જોવા મળ્યો ન્હોતો ! જ્યારે અન્ય રિઝર્વ ખેલાડી રિન્કુ સિંહ, આવેશ ખાન, ખલીલ અહમદ સ્ટેડિયમમાં રહીને ટીમનો ઉત્સાહ વધારી રહ્યા હતા.
અહેવાલો પ્રમાણે શુભમન ગીલ અને આવેશ ખાન લીગ રાઉન્ડ બાદ ભારત પરત ફરશે. ગીલને પાછો મોકલવાનું કારણ પણ ચોંકાવનારું છે. તેણે શિસ્તનો ભંગ કર્યા છે. ટીમની સાથે રહેવાની જગ્યાએ તે પોતાના ધંધામાં વ્યસ્ત હોવાનું કારણ સામે આવ્યું છે.
આ બધાની વચ્ચે શુભમન ગીલે ઈન્સ્ટાગ્રામ ઉપર ભારતીય કેપ્ટન રોહિત શર્માને અનફોલો કરી દીધો છે. એવું લાગી રહ્યું છે કે બન્ને વચ્ચે કશું ઠીક નથી. ગીલનું ભારત વતી વન-ડે વર્લ્ડકપમાં સારું પ્રદર્શન રહ્યું હતું પરંતુ આ વખતે ટી-૨૦ વર્લ્ડકપની મુખ્ય ટીમમાં તેને જગ્યા મળી ન્હોતી. રિઝર્વ ખેલાડી તરીકે તે ભારતીય ટીમ સાથે અમેરિકા ગયો હતો.