Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં અધિકારીઓના પાપે જ આગ લાગી

Fri, June 14 2024

હાઇકોર્ટ સરકાર ઉપર કાળઝાળ : અમે સીટના રીપોર્ટની રાહ નહી જોઈએ, બીજા પાસે તપાસ કરાવીને અમને સત્ય જણાવો

TPO જેવા નાના અધિકારીને પકડી લીધા પણ મોટા માછલા હજુ કેમ નથી પકડ્યા ?
ગેઈમ ઝોનમાં ફોટા પડાવનારા અધિકારીઓ સામે કેમ હજુ પગલા નથી લીધા ?
હાઇકોર્ટે કમિશનરના સોગંદનામા પણ ન સ્વીકાર્યા

રાજકોટના અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે આજે ગુજરાત સરકારની ઢીલી નીતિ સામે આકરું વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું કે, અત્યાર સુધી નાના માછલાંઓને જ પકડ્યા છે અને મોટા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જે ગેઈમ ઝોનમાં આગ લાગી હતી તેના માટે અધિકારીઓ જ જવાબદાર છે અને તેમની સામે પગલા લેવાવા જ જોઈએ. હાઇકોર્ટે ત્યાં સુધી કહ્યું હતું કે, અમે આ અગ્નિકાંડના અહેવાલ માટે સીટના રીપોર્ટની રાહ નથી જોવાના..હાઇકોર્ટે શહેરી વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ મારફત તપાસ કરાવીને ૧૫ દિવસમાં અહેવાલ રજુ કરવા પણ સરકારને આદેશ આપ્યો હતો.

આજે હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ સમક્ષ સુનાવણી દરમિયાન મહાનગરપાલિકાના કમિશનરનું સોગંદનામુ રજૂ કલરવમાં આવ્યું હતું પણ તે સ્વીકારવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે, પહેલા મોરબીની ઘટના બની, પછી વડોદરાની બોટ દુર્ઘટના બની અને પછી રાજકોટમાં અગ્નિકાંડ થયો.. આટલી ઘટના પછી પણ સરકાર બેધ્યાન રહી છે અને નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. હાઇકોર્ટે અગાઉ પણ ટકોર કરી હતી પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. મોરબી, રાજકોટ અને વડોદરા ઘટના પરથી સામે આવ્યું છે કે કોર્પોરેશન તેમનું કામ બરાબર નથી કરી રહી.

હાઈકોર્ટે કહ્યું કે, ટીઆરપી ગેમ ઝોનમાં પ્રસંગ માટે ગયેલા સનદી અધિકારીઓ સામે કે જવાબદાર હોય તેવા અધિકારી સામે ડીસિપ્લીનરી પગલાં લેવા જોઈએ અથવા તો તેમની સામે ફેકટ ફાઈન્ડિંગ ઇન્કવાઇરી કરવી જોઈએ.

ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે, 15 દિવસમાં તપાસ કરો અને અમને રિપોર્ટ આપો. અમે SIT રિપોર્ટની રાહ નહીં જોઈએ. આ રિપોર્ટમાં દરેક અધિકારીઓના નામ સહિતની માહિતી અમને જોઇએ, અમે કંઈ પણ ચલાવી લેવા માંગતા નથી. SIT એ ડિપાર્ટમેન્ટલ તપાસ નહી કરે. અમે મોરબીમાં પણ એક વર્ષ સુધી રાહ જોઈ હતી.

હાઈકોર્ટની આકરી ટકોર બાદ, રાજ્ય સરકારે દલીલ કરતા જણાવ્યું હતું કે, અમે 9 અધિકારીની ધરપકડ કરી છે. તેના ટપારતા હાઈકોર્ટે કહ્યું કે, એ માત્ર ટાઉન પ્લાનિંગ ઓફિસર છે. મોટી માછલી જે ઓપનિંગમાં હાજર હતી તે ક્યાં છે ? એ લોકો ક્યાં છે ? કેમ તમે એમને હજુ સુધી પકડ્યા નથી ? એ લોકોને ખબર હતી કે આ પ્રકારની કોઈ જગ્યા છે.

હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, જો તમે કોઈને 1 રૂમ બાંધતા નહી રોકી શકો તો તેને 10 રૂમ કરતા પણ નહી જ રોકી શકો. આ બાંધકામ રાતોરાત તો નહીં જ થયું હોય. જે રજૂ કરવું હોય બ્લેક એન્ડ વ્હાઇટમાં રજૂ કરો. શહેરી વિકાસ વિભાગના સેક્રેટરીને તપાસ કરવા નિર્દેશ આપીએ છીએ. એક પણ જવાબદારી અધિકારીઓ છૂટવો ન જોઈએ. આ એ કામ નથી જે બાળપણમાં ભૂલથી થાય.

દરમિયાન ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસો. તરફથી બ્રિજેશ ત્રિવેદીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ગુજરાત રાજ્યના મુખ્ય ફાયર ઓફિસર જ અનકવોલીફાઈડ છે.

ફેકટ ફાઈન્ડીંગ કમિટી ૪ જુલાઈએ રીપોર્ટ કરે

હાઈકોર્ટે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને તપાસ કરવા નિર્દેશ કરતા કહ્યું કે, 3 સભ્યોની તપાસ કમિટીની રચના કરી ખાતાકીય તપાસ કરો. SIT ને તેમની રીતે રિપોર્ટ રજૂ કરવા દો, અને આ ફેકટ ફાઇન્ડિંગ કમિટીને પણ તેમની રીતે તપાસ અહેવાલ રજૂ કરવા દો. આ સંપૂર્ણ સ્વતંત્ર તપાસ હોવી જોઈએ. 4 જુલાઈના રોજ અમને રિપોર્ટ જોઈએ છે.

રાજ્યભરમાં પ્રિ-સ્કૂલોમાં તપાસનો આદેશ

શિક્ષણ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને જિલ્લા વાઇસ શાળાઓની તપાસ કરવા નિર્દેશ આપતા હાઈકોર્ટે કહ્યું કે, શહેરી અને ગ્રામ્ય કક્ષાએ પ્લે ગ્રુપ, પ્રિ પ્રાયમરી, પ્રાયમરી, સહિતની શાળાઓમાં તપાસ કરો. 3 થી 6 વર્ષની વયજૂથનાં બાળકો ભણતા હોય ત્યાં પણ તપાસ કરવા હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે.

હવે સરકારની બકરી ડબ્બામાં
સુઓમોટો ઉપરની સુનાવણી દરમિયાન આજે હાઇકોર્ટે જે રીતે નારાજગી વ્યક્તિ કરી છે તે જોતા હવે રાજ્ય સરકારની બકરી ડબ્બે પુરાઈ છે. અત્યાર સુધી સીટ સહિતના અધિકારીઓ અને મંત્રીઓએ એવું કહેતા આવ્યા છે કે અમે કોઈને છોડશું નહી..પણ મૂળ વાત એ છે કે હજુ સુધી કોઈ મોટા માથાને પકડ્યા પણ નથી. સીટ પણ ચાંચુડી ઘડાવુ છું એમ તપાસ કરી રહી છે ત્યારે હવે આજના હાઇકોર્ટના મિજાજ પછી લાગે છે કે, હવે સરકાર પાસે પગલા લેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

Tags:

aaggamezonetrptrpgamezone

Share Article

Other Articles

Previous

રાજકોટમાં લોકમેળો ક્યાં યોજવો ? સલામત જગ્યાની શોધખોળ જારી

Next

આજનું રાશિફળ : આ રાશિના જાતકોની ચિંતા વધી શકે છે, અગત્યના કાર્યોમાં ધીરજ રાખવી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
11 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
12 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
12 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
13 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ફિલ્મ ‘રામાયણ’ના સેટ પરથી ફોટા થયા વાયરલ : જુઓ રણવીર અને સાઈ પલ્લવીનો આકર્ષક લુક  
Entertainment
2 વર્ષ પહેલા
‘મારો વીડિયો કેમ ઉતર્યો’ કહી યુવક ઉપર ત્રિપૂટીનો હુમલોઃ મોબાઇલ-બાઇક પડાવી લીધા
ક્રાઇમ
3 સપ્તાહs પહેલા
અમેરિકા ભારત પર ફિદા: વધારાની 2.50 લાખ વિઝા એપોઇન્ટમેન્ટ જાહેર કરી, વિદ્યાર્થીઓ, સ્કીલ વર્કર અને પ્રવાસીઓને લાભ
Breaking
1 વર્ષ પહેલા
મહાકુંભમાં ભાગદોડ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર : ચીફ જસ્ટિસે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી કહ્યું, હાઇકોર્ટ જાઓ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર