રાજ્યમાં ફરી ગરમી વધી, રાજકોટમાં 41.9 ડિગ્રી
ચોમાસુ ઢૂંકડું આવતા જ બફારા સાથે ગરમીનો અહેસાસ
રાજકોટ : રાજ્યમાં હીટવેવ બાદ ગરમીનો પારો નીચે ઉતર્યા બાદ ચોમાસુ નજીક આવતા જ ફરી મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો છે, ગુરુવારે સુરેન્દ્રનગર 42.3 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું, સાથે જ રાજકોટમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં એક ડિગ્રી જેટલો વધારો થયા બાદ 41.9 ડિગ્રીએ તાપમાનનો પારો સ્થિર થયો હતો.
ચોમાસુ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં ફરી ગરમીમાં વધારો થયો છે, ગુરુવારે રાજ્યમાં સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર રહ્યું હતું, સાથે જ અમદાવદ, ગાંધીનગર અને રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને અડકી ગયો હતો. હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ ગુરુવારે સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી, અમદાવાદમાં 42.0 ડિગ્રી, રાજકોટમાં 41.9 ડિગ્રી, ગાંધીનગરમાં 41.8 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી, ડીસામાં 39.6 ડિગ્રી, ભુજમાં 38.5 ડિગ્રી, કંડલા 36.2 ડિગ્રી, ભાવનગરમાં 37.6 ડિગ્રી, સુરતમાં 36.8 ડિગ્રી અને પોરબંદરમાં 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.