શું ‘3 ઈડિયટ્સ’માં આમિરની પત્નીનો ડિલિવરી સીન થયો કોપી ? મોનાસિંહે કહી આ વાત
આમીર ખાનની ખુબ જ ફેમસ ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ ભાગ્યે જ કોઈ હશે જેણે જોઈ નહિ હોય તેમજ આમીર ખાનની એક્ટિંગથી તો આપણે સૌ કોઈ વાકેફ છીએ. તેઓ કોઈ પણ ભૂમિકા ભજવવા માટે તેમાં પોતાનો જીવ રેડી દયે છે. આ કારણથી આમિરને ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ કહેવામાં આવે છે. તેનું સૌથી મોટું સબુત છે આમીર ખાનની ફિલ્મ ‘3 ઇડિયટ્સ’. જેમાં મોના સિંહનો ડીલેવરી સમયનો એક સીન આવે છે. આ સીનને પરફેક્ટ બનાવવા માટે આમીરે મોનાને જોરથી થપ્પડ મારવાનું કહ્યું હતું.
મોના સિંહે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ના શૂટમાં ડીલેવરીના સીન સમયે કેવી રીતે આમિરે તેને જોરથી થપ્પડ મારવાનું કહ્યું હતું. તે સીન માટે આમિર ખાનનું ડેડીકેશન અને પરફેક્શન જોઈને મોના સિંહને આશ્ચર્ય થયું. પરંતુ આમિરની વિનંતી પર મોનાએ તેને જોરદાર થપ્પડ પણ મારી હતી. આમીરનો બોડીગાર્ડ પાસે જ ઊભો હતો અને તે પણ સ્તબ્ધ થઈ ગયો.
‘3 ઈડિયટ્સ’માં ડિલિવરી સીનની સ્ટોરી
મોના સિંહે ‘ન્યૂઝ18’ને કહ્યું, ‘પહેલાં ચર્ચા હતી કે શું કરવું. શું મારે તેને બટકું ભરવું , લાત મારવી, થપ્પડ મારવી કે તેને બહાર નીકળવાનું કહેવું જોઈએ? પછી બધા પોતપોતાના અનુભવો કહેતા હતા – મારી પત્નીએ આ કર્યું, તેણે તે કર્યું. પછી અમે આ નિર્ણય પર આવ્યા કે હું આમિરને થપ્પડ મારીશ.
મોનાએ આમિરને જોરદાર થપ્પડ મારી
મોનાએ આગળ કહ્યું, ‘અને બધા આમિર સરને જાણે છે. મેથડ એક્ટિંગ કરતાં તે સીન વાસ્તવિક દેખાવા માંગે છે. પછી આમિરે કહ્યું કે અમે ફક્ત એક જ ટેક શૂટ કરીશું અને તમારે મને ખરેખર જોરથી થપ્પડ મારવી પડશે. હું સંમત થઇ , અને હું તો સરદારની છું અને મેં થપ્પડ મારી જે ઉર્જાથી ભરપૂર હતી. તેનો બોડીગાર્ડ પાછળ ઉભો રહીને દ્રશ્ય જોતો જ રહી ગયો. સીન પછી, મેં પૂછ્યું કે શું તે ઠીક છે, અને આમિરે માત્ર થમ્બ્સ-અપ આપ્યું.
‘3 ઈડિયટ્સ’નો આ સીન આમીર ખાન સાથે થયેલી સત્યઘટના પર આધારિત છે
થોડા સમય પહેલા આમીર ખાન કપિલ શર્મા શોમાં ગયા હતા ત્યારે આમિર ખાને કહ્યું કે તેની પૂર્વ પત્ની રીનાએ તેને લેબર પેઈન દરમિયાન થપ્પડ મારી હતી. આવી ઘટના પહેલીવાર નથી બની. તમને જણાવી દઈએ કે, સુપરહિટ ફિલ્મ 3 ઈડિયટ્સમાં એક સીન છે જ્યારે મોના સિંહ ડિલિવરી દરમિયાન આમિર ખાનને થપ્પડ મારે છે. મોના સિંહે આ જ સીનની યાદો ફરીથી લોકો સમક્ષ રજુ કરી હતી અને જુના સ્મરણો યાદ કર્યા હતા .