એલઆઇસીએ શું કર્યો રેકોર્ડ ? જુઓ
એલઆઇસી ભારતની ખરેખર શાન છે અને દુનિયામા તેની પ્રગતિની ચર્ચા રહી છે અને હવે એવા અહેવાલો બહાર આવ્યા છે કે એલઆઇસીની કૂલ સંપત્તિ હવે 50 લાખ કરોડને પાર થઈ ગઈ છે જે પાકિસ્તાનની જીડીપીથી ડબલ માનવામાં આવે છે. ત્રણ દેશ ભેગા થઈને પણ તેની લગોલગ પહોંચી શકે તેમ નથી. નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા મળીને પણ આ રકમ સુધી જઈ શકે એમ નથી.
આંકડાઓ એક અહેવાલમાં જાહેર કરાયા છે જે મુજબ માર્ચના અંત સુધી એલઆઇસીની કૂલ સંપત્તિ 16.48 ટકા વધીને 50 લાખ કરોડને પણ પાર થઈ ગઈ છે. એક વર્ષ પહેલા એટલે કે 2023 માં આ આંકડો રૂઉપિયા 43.97 લાખ કરોડ હતો. એક જ વર્ષમાં તેણે અદભૂત આગેકૂચ કરી છે.
આઈએમએફના જણાવ્યા મુજબ પાકિસ્તાની જીડીપી ફક્ત 338.24 બિલિયન ડોલર છે. તેની સામે એલઆઇસીની સંપત્તિ 50 લાખ કરોડ છે એટલે કે પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકા જેવા ત્રણ દેશો મળીને પણ તેની લગોલગ પહોંચી શકે તેમ નથી.
અહેવાલમાં એવી માહિતી અપાઈ છે કે હવે એલઆઇસી પોતાનો કારોબાર વિસ્તારવા માટે આગળ વધી રહી છે. એલઆઇસીના ચેરમેન સિધ્ધાર્થ મોહંતિએ એમ કહ્યું છે કે હવે અમે હેલ્થ વીમામાં પ્રવેશ કરી રહ્યા છીએ.
