દિલ્હી અગ્નિકાંડઃ 12 દિવસની માસુમને દફનાવ્યા બાદ પિતા બેબી કેર સેન્ટર સામે ધ્રુસકે ધ્રુસકે રડ્યો
રાજકોટમાં અને દિલ્હીમાં અગ્નિકાંડની ઘટનાઓ સામે આવી હતી જેમાં રાજકોટમાં ૨૮થી વધુ લોકોએ તો દિલ્હીમાં ૭ બાળકોએ જીવ ગુમાવતા હાહાકાર મચી જવા પામ્યો છે. દિલ્હીના વિવેક વિહારમાં શનિવારે (25મી મે) રાત્રે બેબી કેર સેન્ટરમાં ભયંકર આગ લાગતા સાત નવજાત બાળકોના મોત થયા હતા. આ મામલે દિલ્હી પોલીસે બેબી કેર સેન્ટરના માલિક ડો. નવીન ખીંચીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
વિવેક વિહાર બેબી કેર સેન્ટરમાં લાગેલી આગમાં 7 બાળકોના મોત. આ મામલામાં બેદરકારી દાખવનાર ઓપરેટર અને અન્ય લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ અને ફોરેન્સિક ટીમ તપાસમાં લાગેલી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના માતા-પિતાની વ્યથાનો અંત આવતો નથી. આવી જ એક વ્યક્તિ ઘટનાસ્થળે પહોંચીને ચોધાર આંસુએ રડીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિવેક વિહાર બેબી કેર સેન્ટરની બહાર, એક વ્યક્તિ તેની પુત્રીને યાદ કરીને જોર જોરથી રડવા લાગે છે. પુત્રીને દફનાવીને તેઓ પરત ફર્યા હતા. તેણે કહ્યું કે તેની દીકરી માત્ર 12 દિવસની હતી. એ માસૂમ બાળકી હજી દુનિયાને બરાબર ઓળખી પણ નહોતી અને અહીંથી ચાલી ગઈ. તેણે કહ્યું કે તે તેની પુત્રીને પણ મળી શક્યો નથી. ગઈકાલે મોડી રાત્રે તેમને સમાચાર મળ્યા કે હોસ્પિટલમાં આગ લાગી છે. તેમની પુત્રી મૃત્યુ પામી.
12 દિવસની બાળકીનું મોત
અજાણી વ્યક્તિએ જણાવ્યું કે તેની પુત્રીના પેટમાં ગંદુ પાણી પ્રવેશ્યું છે. જેના કારણે તેને સારવાર માટે અહીં દાખલ કરવામાં આવી હતો. તેણી માત્ર 12 દિવસની હતી. તે વ્યક્તિ જોર જોરથી રડી રહ્યો હતો અને તેની પુત્રી સાથે ફરીથી મળવાની વિનંતી કરી રહ્યા હતા. તેઓ રડતા-રડતા કહેતા હતા કે કોઈ તેમને તેમની પુત્રી સાથે એક વખત ફરીથી મળાવી દયો, આ સાથે તેઓ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પીએમ નરેન્દ્ર મોદી પાસે ન્યાયની આજીજી કરતા હતા.
બેબી કેર સેન્ટરમાં 7 નવજાત શિશુઓ મૃત્યુ પામ્યા
દિલ્હીના બેબી કેર સેન્ટરમાં 7 બાળકોના મોત થયા છે. એફઆઈઆરમાં ખુલાસો થયો છે કે સ્થળ પર 5 ઓક્સિજન સિલિન્ડર ફાટેલા જોવા મળ્યા હતા. બિલ્ડિંગની અંદર અને બહાર 27 ઓક્સિજન સિલિન્ડર પડેલા જોવા મળ્યા હતા. બેબી કેરના માલિક નવીન દ્રાઘી અને તેના સાગરિતોએ હોસ્પિટલની સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા ન કરીને નવજાત શિશુના જીવ જોખમમાં મૂકીને ગુનો કર્યો હતો. સિલિન્ડર બ્લાસ્ટને કારણે આસપાસના ઘરોના કાચ તૂટી ગયા હતા. બિલ્ડીંગમાં આગ લાગવાને કારણે બિલ્ડીંગની નજીક આવેલી ITI કોલેજ પર અમુક પદાર્થ પડ્યો હતો. જેના કારણે ત્યાં પણ આગ ફાટી નીકળી હતી. સ્કૂટી અને એક વાનમાં પણ આગ લાગી હતી
એફઆઈઆરમાં ખુલાસો થયો છે કે સ્થળ પર 5 ઓક્સિજન સિલિન્ડર ફાટેલા જોવા મળ્યા હતા. બિલ્ડિંગની અંદર અને બહાર 27 ઓક્સિજન સિલિન્ડર પડેલા જોવા મળ્યા હતા. બેબી કેરના માલિક નવીન દ્રાઘી અને તેના સાગરિતોએ હોસ્પિટલની સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા ન કરીને નવજાત શિશુના જીવ જોખમમાં મૂકીને ગુનો કર્યો હતો. સિલિન્ડર બ્લાસ્ટને કારણે આસપાસના ઘરોના કાચ તૂટી ગયા હતા. બિલ્ડીંગમાં આગ લાગવાને કારણે બિલ્ડીંગની નજીક આવેલી ITI કોલેજ પર અમુક પદાર્થ પડ્યો હતો. જેના કારણે ત્યાં પણ આગ ફાટી નીકળી હતી. સ્કૂટી અને એક વાનમાં પણ આગ લાગી હતી
