‘દોઢ વીઘા જમીન’ ફિલ્મમાં આવી રહ્યા છે પ્રતિક ગાંધી
મિડલ ક્લાસ લોકોના જીવન પર આધારિત ફિલ્મનું ટ્રેલર તમારું દિલ જીતી લેશે
પ્રતિક ગાંધી ફરી એકવાર એક ઉત્તમકક્ષાની ફિલ્મ લઈને દર્શકોનું દિલ જીતવા આવી રહ્યા છે. તેની નવી ફિલ્મ ‘દોઢ વીઘા જમીન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જે ખૂબ હ્રદયસ્પર્શી છે. ટ્રેલર જોઈને જ તમે મિડલ ક્લાસ પરિવારની દુ:ખ જિંદગી સમજી શકશો. આ ફિલ્મ જિયો સિનેમા પ્રીમિયમ ઉપર તા.૩૧મેથી સ્ટ્રીમિંગ થશે.
ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી હિન્દી ફિલ્મો અને વેબ સિરિઝથી દર્શકોના દિલમાં છવાયેલા છે. તે લાગલગાટ ઉત્તમ અભિનય સાથે એક નવી વાર્તા લઈને આવી રહ્યા છે. જે દર્શકોના દિલમાં ઉતરવા માટે તૈયાર છે. ‘દોઢ વીઘા જમીન’ના નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. જેમાં પ્રતિક ગાંધી એક સામાન્ય વ્યક્તિના રૂપમાં અને ખુશાલી કુમાર તેની પત્નીના રોલમાં નજરે પડશે.
દોઢ વીઘા જમીન ફિલ્મ ઉત્તરપ્રદેશના એક નાનકડા ગામ પર આધારિત છે. જેમાં સામાન્ય વ્યક્તિ સંઘર્ષ કરતો જોવા મળે છે. ફિલ્મનું ટ્રેલર સીધું જ સામાજિક પરિસ્થિઓ તરફ લઈ જાય છે. જ્યાં એક મિડલ ક્લાસ વ્યક્તિ પોતાની બહેનના સાસરિયાવાળાઓને દહેજ માટે વચન આપે છે. પછી તે પત્ની સાથે મળીને પૈસા ભેગા કરવા લાગે છે. પરંતુ જ્યારે તેની પૌતૃક જમીન પર કબજો થઈ જાય છે તો તેને આઘાત લાગે છે. ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, કાયદો સામાન્ય માણસનું કામ નથી કરી રહ્યો, શું આવો મિડલ ક્લાસ વ્યક્તિ પોતાને આવા સંકટમાંથી બહાર કાઢી શકશે? તે આ ફિલ્મમાં દર્શાવાયું છે.