‘કોટા ફેક્ટરી-૩’ની રિલીઝને લઈને આવી મોટી અપડેટ
જૂનના ત્રીજા અઠવાડિયામાં થઈ શકે છે રિલીઝ
એક્ટર જિતેન્દ્ર કુમારની અપકમિંગ વેબ સિરીઝ ‘કોટા ફેક્ટરી-૩’ જલ્દી જ આવી રહી છે, આ સિરીઝની રિલીઝ સાથે જોડાયેલી મોટી અપડેટ સામે આવી છે. કોટા ફેક્ટરી-૩નું ફર્સ્ટ લુક અગાઉ જ જાહેર થઈ ગયો છે.
એવું જાણવા મળી રહ્યું છે કે, જલ્દી જ આ સિરીઝ નેટફલિકસ પર રિલીઝ કરવામાં આવે છે. જ્યારે આ સિરીઝ જૂનના ત્રીજા અઠવાડિયામાં રિલીઝ કરવામાં આવી શેક છે. કોટા ફેક્ટરી-૩માં જૂની કાસ્ટ જોવા મળશે. આ સાથે એક નવો ચહેરો પણ આ વખતે એન્ટ્રી કરવાનો છે. આ વખતે આ સિઝનમાં અહસાસ ચન્ના, આલમ ખાન, મયુર મોર, જિતેન્દ્ર કુમાર અને રંજન રાજ જેવા સ્ટાર પોતાની વાર્તા આગળ વધારશે.
એવું જાણવા મળી રહ્યું છે કે, અભિનેત્રી તિલોત્તમા શોમને પણ આ સિરઝનમાં એન્ટ્રી આપવામાં આવી છે. ત્રીજી સિઝનની વાર્તાની વાત કરવામાં આવે તો આ સિઝનમાં આઈઆઈટીની તૈયારી સાથે સાથે જીતુ ભૈયાની વાર્તા પણ આગળ વધશે.
