હેમંત સોરેનને શું લાગ્યો ફટકો ? વાંચો
સુપ્રીમ કોર્ટે ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને બુધવારે મોટો ઝટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન માંગતી અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ઉપરાંત ધરપકડ ગેરકાયદે હોવાની દલીલ પણ ફગાવી દેવામાં આવી હતી. હેમંત સોરેને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીનની માંગણી કરી હતી. હવે તે ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ શકશે નહીં.
તથ્યો છુપાવવા પર નારાજગી વ્યક્ત કરી હતી
હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરતી વખતે, અદાલતે નારાજગી વ્યક્ત કરી કે સોરેને કોર્ટ સમક્ષ તમામ હકીકતો રજૂ કરી નથી. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે જ્યારે સોરેને કોર્ટનો સંપર્ક કર્યો હતો, ત્યારે શા માટે કોર્ટને જાણ કરવામાં આવી ન હતી કે જામીન અરજી સ્પેશિયલ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે અને નીચલી કોર્ટે ચાર્જશીટની નોંધ લીધી છે. હેમંત સોરેને પણ પોતાની અરજી પાછી ખેંચી લીધી છે.