દરેક પ્રકારની દાળ સસ્તી કરવા શું પગલાં આવશે ? જુઓ
દેશમાં દરેક પ્રકારની દાળ મોંઘી થઈ ગઈ છે ત્યારે જનતાને તેના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે કેન્દ્ર સરકારે અનેક દેશોમાંથી કઠોળની આયાત વધારવા યોજના બનાવી છે. આ નિર્ણય કઠોળ-દાળની વધતી કિંમતો પર અંકુશ લાદવા લેવામાં આવ્યો છે તેવી જાણકારી સરકારી સૂત્રોએ આપી હતી.
છેલ્લા કેટલાક સમયથી કઠોળના ભાવોમાં વધારો નોંધાઈ રહ્યો હોવાથી સરકાર નવી પીએમ આશા યોજના લઈ આવી છે. જે કઠોળના પાકને લઘુત્તમ ટેકાના ભાવે પર ખરીદવાની ગેરેંટી આપે છે. લોકોમાં દેકારો બોલી ગયો છે ત્યારે સરકાર સક્રિય થઈ છે.
કઠોળની માંગ ઊંચી રહી છે
મગ સિવાય તમામ દાળની ડ્યૂટી ફ્રી આયાત થઈ રહી છે. દેશમાં કઠોળના ઉત્પાદનમાં વધારો કરવા એક બેલેન્સ પોલિસીની જરૂર છે. દેશમાં આજે પણ કઠોળ-દાળની જરૂરિયાતો પૂરી કરવા આયાત પર નિર્ભર છે. જેને સરકાર આત્મનિર્ભર બનાવવા પ્રયત્નશીલ બની છે.
1 જાન્યુઆરી, 2023થી અત્યારસુધી સરકારે કઠોળ પર 11 નોટિફિકેશન જારી કરી છે. વારંવાર પોલિસીમાં ફેરફાર કરવાથી તમામને નુકસાન થઈ રહ્યું હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. જુલાઈ બાદ 10 મિલિયન ટન પીળા વટાણા માર્કેટમાં આવશે. જેની કિંમત રૂ. 1.5થી 2 પ્રતિ કિગ્રા સુધીનો ઘટાડો થશે.
વિદેશમાં ઉત્પાદન વધશે
સરકાર વિદેશમાં અડદ અને દેશી ચણાનું ઉત્પાદન વધારવા પર ફોકસ કરી રહી છે. જે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ સહિત અન્ય દેશોમાંથી કઠોળની આયાત વધારશે. આર્જેન્ટિનામાંથી પણ દાળની આયાત અંગે ચર્ચાઓ થઈ રહી છે. તેમજ 4 મેથી સરકારે ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી આપી હતી. માર્ચ, 2025 સુધી દેશી ચણાની ડ્યૂટી ફ્રી આયાત જારી રહેશે. તેમજ તુવેર, અડદ, મસૂર, પીળા વટાણા, દેશી ચણા સહિતના કઠોળની ડ્યૂટી ફ્રી આયાતને મંજૂરી મળશે.