આતંકવાદીઓને પકડી પાડવામાં ગુજરાત ATSને ફરી એક વાર સફળતા મળી છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ સોમવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચાર ISIS આતંકવાદીઓની ધરપકડ કરી હતી, જે તમામ શ્રીલંકાના નાગરિકો છે.
અમદાવાદમાં ઈસ્લામિક સ્ટેટના 4 આતંકવાદીઓ ઝડપાયા છે. ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ચારેય આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકવાદીઓની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. આ ચારેય આતંકીઓ અમદાવાદ આવી રહ્યા હોવાના ઈનપુટ મળ્યા હતા.
કેન્દ્રીય એજન્સીએ ગુજરાત ATS સાથે આ ઈનપુટ શેર કર્યું હતું કે ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા આ આતંકવાદીઓ એરપોર્ટ પર આવ્યા હતા.
આ તમામ આતંકવાદીઓ શ્રીલંકાના હોવાનું કહેવાય છે. આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા. પાકિસ્તાનના હેન્ડલરના આદેશ બાદ કોઈ કામગીરી કરવાની ફિરાકમાં હતા.હાલ ગુજરાત ATSએ ચારેય આતંકીઓને અજ્ઞાત સ્થળે લઈ જઈ પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદ એરપોર્ટ પર આતંકવાદીઓ કયા ઈરાદા સાથે આવ્યા હતા તેની માહિતી મળી નથી.