સંસદ ભવન સુરક્ષા માટે શું થયો ફેરફાર ? જુઓ
સંસદ ભવનની સુરક્ષા કરવાની મહત્વની જવાબદારી હવે સીઆઈએસએફને સોંપી દેવામાં આવી છે અને 10 વર્ષ બાદ સીઆરપીએફની વિદાય થઈ છે. સત્તાવાર અહેવાલમાં આ મુજબની માહિતી આપવામાં આવી હતી. આમ હવે સીઆઈએસેફના હાથમાં નવી જવાબદારી આવી ગઈ છે.
2013 થી સંસદ ભવનની સુરક્ષા કરી રહેલા 1400 જવાનોની ડયુટી હવે પૂરી થઈ ગઈ છે. 2023 માં ભવનની સુરક્ષામાં થયેલી ચૂક બાદ તેની તપાસ થઈ હતી અને સુરક્ષા નિષ્ણાતોની સલાહ લેવાઈ હતી. સમગ્ર ઘટનાની સમીક્ષા કરવામાં આવી હતી.
એક અધિકારીએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે મીડિયાને એમ કહ્યું હતું કે વર્ષો સુધી અમે સુરક્ષા કરી છે અને અચાનક અમને ડયુટી છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું. નવા કામની શોધ કારવની સૂચના પણ આપી દેવાઈ હતી. પાછલા વર્ષે થયેલી સુરક્ષા ચૂકના મામલે તપાસ સમિતિ બની હતી અને તેની અધ્યક્ષતા સીઆરપીએફના ડીજીએ કરી હતી.
અધિકારીએ એમ કહ્યું હતું કે 5 માસની અંદર જ બધી વ્યવસ્થા બદલી દેવામાં આવી છે. હવે સીઆઈએસએફ સંસદ ભવનમાં તૈનાત છે અને સીઆરપીએફના જવાનોની વિદાય થઈ ગઈ છે.