Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

અરરર…સાધુ વાસવાણી રોડ પર ફૂટપાથ શોધવી અઘરી !!

Tue, May 14 2024

ક્યાંક પાંઉભાજીની રેંકડી, ચાના થડાં ગોઠવાઈ ગયા
અજંતા શોપિંગ સેન્ટર, રામેશ્વર કોમ્પલેક્સ, શિલ્પન ટાવર પાસેની ફૂટપાથ પર વાહનોનો ઢગલો
ફૂટપાથ પર જાહેરાતોના બોર્ડ મુકી કમાણી' કરી લેતાં ધંધાર્થીઓના પણ તૂટા નથી

મનપા એક બોર્ડ કે બેનર જપ્ત કરીને રવાના થયાની ત્રીજી જ મિનિટે બીજું બોર્ડ મુકાઈ જાય છે !

પ્રજાને કનડતા પ્રશ્નોને ઉજાગર કરી તંત્રનો કાન આમળવા માટે હંમેશા તત્પર-અગ્રેસર રહેતાવોઈસ ઓફ ડે’ દ્વારા એક અત્યંત મહત્ત્વની સમસ્યાને લઈને ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશનો પ્રથમ હપ્તો પ્રસિદ્ધ થતાં જ લોકોમાંથી આવકાર મળી રહ્યો છે તો મ્યુનિસિપલ-પોલીસ તંત્ર ઉપર ફિટકાર વરસી રહ્યો છે. શહેરના સૌથી પોશ વિસ્તાર પૈકીના એક એવા સાધુ વાસવાણી રોડ ઉપર રીતસરનો ફૂટપાથ ટેરર' જોવા મળી રહ્યો છે.

અહીં તો કોઈ ફૂટપાથ શોધી આપે તો તેને ઈનામ આપવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી રહી છે. અહીં કોઈ કહેવાવાળું, કાર્યવાહી કરવાવાળું ન હોવાને કારણે દબાણકર્તાઓની હિંમત દિવસેને દિવસે વધી રહી છે અને આ લોકોના પાપે લોકોએ ફૂટપાથ પર નહીં બલ્કે રસ્તા પર ચાલવા મજબૂર બનવું પડી રહ્યું છે. ઉપરોક્ત તસવીરોમાં દેખાઈ રહ્યા પ્રમાણે સાધુ વાસવાણી રોડ પર અજંતા શોપિંગ સેન્ટર આવેલું છે જેની ફઊટપાથ ઉપર પટેલ પાંઉભાજી’ નામની રેંકડી ઉભેલી જોવા મળી રહી છે તો તે જ રેંકડીની બાજુમાં વચ્છરાજ હોટેલ'નું બોર્ડ લગાવેલો ચાનો થડો દેખાઈ રહ્યો છે.

અહીં ફૂટપાથ ઓછી અને રેંકડી-થડાનું દબાણ વધુ દેખાઈ રહ્યું છે. તંત્રના ધ્યાન ઉપર આ સમસ્યા ક્યારેય આવતી જ નથી અથવા તો ધ્યાને લેવાની તસ્દી લેવામાં આવી રહી ન હોવાથી લોકોની પીડાનો પાર રહ્યો નથી. આ જ રીતે ત્યાંતીરુપતિ કુરિયર’નું એક બોર્ડ ખડકાયેલું દેખાઈ રહ્યું છે તો બાકીની ફૂટપાથ પર ટુ-વ્હીલર પાર્ક કરી દેવાયા છે ત્યારે સો મણનો સવાલ એ જ છે કે આખરે લોકોએ અહીંથી ચાલવું કેવી રીતે કેમ કે ચાલવા માટે જગ્યા જ બચી નથી. આવી સ્થિતિ હોવાને કારણે લોકો રસ્તા પર ચાલતા હોય અકસ્માતનો ભય હંમેશા સતાવી રહ્યો હોય છે.

એકમાત્ર અજંતા શોપિંગ સેન્ટર જ નહીં બલ્કે શિલ્પન ટાવર બહારની ફૂટપાથ ઉપર ટુ-વ્હીલરનો ઢગલો દરરોજ થયેલો હોય છે તો ફૂટપાથની બહાર ફોર-વ્હીલર પાર્ક કરી દઈને ટ્રાફિક સમસ્યાને પણ મોકળી મેદાન આપવામાં આવી રહ્યું છે. જ્યારે સિદ્ધનાથ કોમ્પલેક્સ કે જે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી સહિતનાનો વોર્ડ છે ત્યાં આવેલું છે તેના દ્વારા પણ ફૂટપાથનો કબજો લઈ લેવામાં આવ્યો છે. રામેશ્વર કોમ્પલેક્સની સ્થિતિ પણ આવી જ હોવા છતાં ન તો પોલીસ કે ન તો મહાપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી !

મુખ્ય ચોકમાં ઉભા રહીને દંડ વસૂલતી પોલીસ અહીં ત્રાટકે તો તીજોરી છલકાઈ જાય !
સાધુ વાસવાણી રોડ ઉપર ચાલવા માટે ફૂટપાથ મળી રહી ન હોવાથી તેની પીડા અનુભવી રહેલા શહેરીજનો `વોઈસ ઓફ ડે’ સમક્ષ હૈયાવરાળ તેમજ રોષ ઠાલવતાં કહે છે કે ટ્રાફિક પોલીસ દ્વારા દરરોજ શહેરના મુખ્ય ચોકમાં ઉભા રહીને નિયમભંગ કરતા ચાલકો પાસેથી દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહી થવી જ જોઈએ પરંતુ પોલીસ તંત્રએ એક વાત પણ ધ્યાન રાખવી જોઈએ કે ફૂટપાથ ચાલવા માટે હોવા છતાં તેના ઉપર વાહન પાર્ક કરીને કામ પતાવવા માટે જ્યાં ત્યાં જઈ રહેલા વાહન ચાલકો પણ નિયમ ભંગ કરી રહ્યા હોવાથી તેમની પાસેથી પણ દંડ વસૂલાવો જોઈએ. જો આ દિશામાં દંડ વસૂલવાનું શરૂ કરવામાં આવે તો તંત્રની તીજોરી છલકાઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

Share Article

Other Articles

Previous

2.70 લાખની કિલો વેંચાતી કેરીનું રાજકોટમાં વાવેતર

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને તણાવ-ચિંતામાંથી રાહત મળશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
29 મિનિટutes પહેલા
સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
1 કલાક પહેલા
રાજકોટને ડરાવી રહેલો કોરોના! વધુ નવ કેસ નોંધાયા, 69 વર્ષીય વૃદ્ધ વેન્ટીલેટર પર
2 કલાક પહેલા
મણિપુરમાં ફરી તંગદિલી : 5 જિલ્લામાં કર્ફ્યૂ-ઇન્ટરનેટ સેવા બંધ, જાણો કોણ છે કનન સિંહ જેની ધરપકડે સર્જી અશાંતિ?
2 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

ખાડે ગયેલી શિક્ષણ વ્યવસ્થા: રાજકોટ જિલ્લાની 1500 શાળાઓ વચ્ચે એક DEO..એ પણ કાયમી નહિ ‘ઇન્ચાર્જ’
રાજકોટ
6 મહિના પહેલા
કેન્દ્રીય કર્મીઓ, પેન્શનરોની દિવાળી સુધરી, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
નેશનલ
2 વર્ષ પહેલા
ભારતનું સ્ટોક માર્કેટ જુઓ વિશ્વમાં કેટલામાં નંબરે આવ્યું
બિઝનેસ
1 વર્ષ પહેલા
યુપીમાં વિધાનસભાની પેટા ચુંટણી માટે શું થઈ હિલચાલ ?
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર