મારૂતિ સુઝુકી સ્વિફ્ટ 2024 : જૂના મોડલ કરતા કેટલી ખાસ છે?
મારુતિ સુઝુકી એ ભારતીય બજારમાં 4 જનરેશન વાળી સ્વિફ્ટ હેચબેક લોન્ચ કરી છે. નવી સ્વિફ્ટની કિંમત 6.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટોપ વેરિઅન્ટની કિંમત 9.64 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જૂની સ્વિફ્ટ કારની સરખામણીમાં નવી સ્વિફ્ટ લગભગ 25,000 રૂપિયા મોંઘી છે. ઓટો કંપનીનો દાવો છે કે જૂના મોડલ એટલે કે વર્તમાન સ્વિફ્ટની સરખામણીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશનવાળી નવી સ્વિફ્ટ 10 ટકા વધુ એવરેજ માઈલેજ આપશે અને ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી નવી કાર જૂની કાર કરતાં 14 ટકા વધુ સારી માઈલેજ આપી શકશે.
અગાઉના મોડલ (3 જનરેશનની સ્વિફ્ટ) ની સરખામણીમાં કાર્બન ઉત્સર્જન 12% ઓછું હશે. જો તમે નવી મારૂતિ સ્વિફ્ટ હેચબેક ખરીદવાનું વિચારી રહ્યા છે, તો નવી સ્વિફ્ટના ફીચર્સ જૂની સ્વિફ્ટ કરતા કેટલા ખાસ છે, એન્જિન, માઇલેજ સહિત તમામ વિગત જાણી શકો છો.
નવી મારૂતિ સ્વિફ્ટ માં 1.2 લિટર Z શ્રેણી 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિનથી સજ્જ છે, જ્યારે જૂનું મોડલ 1.2 લિટર K શ્રેણી 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિનથી સજ્જ છે. ટ્રાન્સમિશન માટે નવા એન્જિન સાથે મેન્યુઅલ અને એજીએસ વિકલ્પો ઉમેરવામાં આવ્યા છે. ભલે નવી સ્વિફ્ટ આઉટપુટની દ્રષ્ટિએ ઓછી છે. પરંતુ માઈલેજમાં તે વધુ બેસ્ટ છે.
ઓટો કંપની મારૂતિ સુઝુકીનો દાવો છે કે નવી સ્વિફ્ટ એક લિટર ફ્યૂઅલના વપરાશ પર 24.8 થી 25.75 કિમી દોડે છે. જ્યારે જૂનું મોડલ સમાન ઇંધણનો ઉપયોગ કરીને 22.38 થી 22.56 કિમી સુધીની માઇલેજ આપવામાં સક્ષમ છે.