પદ્મકુવરબા હોસ્પીટલના પાર્કીંગમા બે શખ્સોએ યુવકને છરી ઝીંકી
લાપાસરી ગામે માતાજીના માંડવા પાસે દારૂ પીવા બાબતે થયેલા ઝગડાનો ખાર રાખી હુમલો કરાયો
રાજકોટમાં પદ્મકુવરબા હોસ્પીટલના પાર્કિગમાં એક યુવક પર બે શખ્સોએ છરી વડે હુમલો કરતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અને આ મામલે પોલીસ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, લાપાસરી ગામે માતાજીના માંડવા પાસે દારૂ પીવાની યુવકે બંને શખ્સોને ના પાડી હતી.જેનો ખાર રાખી તેના પર હુમલો કરાયા હોવાનું બહાર આવ્યું હતું.
માહિતી મુજબ કોઠારીયા મેઈન રોડ પર રામરણુજા સોસાયટીમાં રહેતા જયપાલસીંહ રણજીતસીંહ ડાભીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં રાજદીપસીંહ ઉર્ફે બાપુડી દીનેશસીંહ પરમાર અને સંજયભાઈ દિનેશભાઈ આત્રેચાનું નામ આપતા જણાવ્યું હતું કે, અગાઉ લાપાસરી ગામ ખાતે તેમના સગાના ઘરે માતાજીના માંડવામા હતા ત્યારે આરોપીઓ ત્યાં માતાજીના માંડવા પાસે શેરીમા દારૂ પીતા હોય જેથી જયપાલસીંહે દારૂ પીવાની ના પાડી હતી અને ત્યારે બંને વચ્ચે બોલાચાલી થય હતી. જેનો ખાર રાખી આરોપીએ પદ્મકુવરબા હોસ્પીટલના પાર્કિગમાં જયપાલસીંહને છરી અને ધોકા વડે માર માર્યો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી બંને શખ્સોની શોધખોળ શરૂ કરી છે.