ઇફકોમાં જયેશ રાદડિયા જીત્યા : ભાજપના ઉમેદવાર હાર્યા
મતદારોએ કમલમનાં મેન્ડેટને ફગાવી રાદડિયાને ૧૧૪ મત આપ્યા
સત્તાવાર ઉમેદવાર બિપીન ગોતાને માત્ર ૬૬ મત મળ્યા
દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોની એક બેઠકની એટલે કે ડીરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો ભવ્ય વિજય થયો છે. આ ચૂંટણી ભાજપ સામે ભાજપની લડાઇ બની ગઈ હતી અને તેમાં ભાજપના સત્તાવાર ઉમેદવારનો પરાજય થયો છે. આજે એક બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ૧૮૦ મત પડ્યા હતા અને તેમાંથી જયેશભાઈ રાદડિયાને ૧૧૪ અને ભાજપના સત્તાવાર ઉમેદવાર બીપીનભાઈ ગોતાને ૬૬ મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ત્રીજા ઉમેદવારે
જયેશ રાદડીયાએ આ ચૂંટણીના પરિણામ પછી કહ્યુ હતું કે, હું મને મત આપનારા સભ્યો અને ખેડૂત સભાસદોનો આભાર માનું છું. હું ભાજપનો કાર્યકર છું, ધારાસભ્ય છું અને ભાજપ માટે જ કામ કરું છું. ખેડૂતોના હિત માટે સારુ કામ કરીશું.
ઇફકોની ગુજરાતના ડિરેકટરની એક બેઠક માટે ચુંટણીમાં પ્રથમ વખત ભાજપે બીપીન ગોતાને મેન્ડેટ આપી દીધો હતો જયારે બે ટર્મથી ચુંટાતા રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભર્યું હતું. ઇફકોની આ એક બેઠકમાં કુલ 182 મતદારો હતા તેમાથી સૌરાષ્ટ્રમાં જ 98 જેટલા મતદારો હતા. અમરેલી ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન અને તેમના જિલ્લામાં 27 મત હતા. જયારે રાજકોટ જિલ્લામાં 68 મત હતા. આજે કુલ ૧૮૦ મતદારોએ મતદાન કર્યું હતું જેમાંથી જયેશ રાદડીયાને ૧૧૪ અને બીપીન ગોતાને ૬૬ મત મળ્યા હતા.
ભાજપે બે ટર્મથી ચૂંટાતા જયેશ રાદડીયા સામે અચાનક બીપીન પટેલને મેન્ડેટ આપતા અને બન્નેનાં ફોર્મ ચાલુ રહેતા બન્ને વચ્ચે ચુંટણી જંગ નિશ્ચિત બની ગયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, હવે દિલીપ સંઘાણી ફરીથી ઈફકોના ચેરમેન બનશે.
ભાજપે ૩૫૦માંથી ૩૪૯ ચૂંટણી મેન્ડેટથી જીતી છે : સી.આર.પાટીલ
ભાજપના મેન્ડેટની અમને જાણ ન હતી : દિલીપ સંઘાણી
આજના ઘટનાક્રમ અંગે પ્રતિભાવ આપતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં ખોટા માણસો ન આવી જાય એટલે ભાજપ મેન્ડેટ આપે છે અને ૩૫૦માંથી ૩૪૯ ચૂંટણી ભાજપે મેન્ડેટથી જીતી છે.
બીજી બાજુ જયેશ રાદડિયા માટે મહેનત કરનાર દિલીપભાઈ સંઘાણીએ કહ્યું કે ભાજપનો કોઈ મેન્ડેટ હતો કે કેમ તેની અમને ખબર જ નથી.
