ઉત્તરાખંડમાં કેવી થઈ તબાહી ? વાંચો
આજથી ચાર ધામ યાત્રા શરૂ થઈ છે અને તેના એક દિવસ પહેલા જ ઉત્તરાખંડમાં કુદરતી આફત સર્જાઇ હતી અને અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો અને એક જગ્યાએ વાદળ ફાટતાં ભારે ટાબાહીના દ્રશ્યો સર્જાયા હતા. અનેક જિલ્લાઓ બીજા જીલાઓથી કપાઈ ગયા હતા.
ભુપ્રપાતને પગલે ભારે મુશ્કેલી ઊભી થઈ હતી અને સડકથઈ લઈને ઘરો સુધી ભુપ્રપાતનો કાટમાળ ઘૂસી ગયો હતો. અનેક રસ્તા બંધ પડી ગયા હતા. જનજીવન ખોરવાઇ ગયું હતું. તરત જ મુખ્યમંત્રી ધામીએ તાકીદની બેઠક બોલાવી હતી અને લોકોની સહાયતા માટે તમામ સંસાધનોનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી.
અનેક જીલાઓમાં ચારે કોર પાણી જ પાણી દેખાતું હતું અને વાહનવ્યવહાર સદંતર બંધ પડી ગયો હતો. અનેક સ્થળે કરાનો વરસાદ પણ થયો હતો. અનેક જગ્યાએ ભુપ્રપાત થતાં નેશનલ હાઇવે પણ બંધ થઈ ગયો હતો. પહાડી પ્રદેશમાં આવી હાલત પહેલીવાર થઈ નથી.
પહેલા પણ કુદરતી આફતો આવી હતી અને તેમાં હજારો લોકોના મોત થયા હતા. આ વખતે અતિ ભારે વરસાદને લીધે વહીવટી તંત્રને પણ માર્ગો સાફ કરવામાં ભારે તકલીફ પડી હતી. જો કે 6 કલાકની જહેમત બાદ નેશનલ હાઇવે ફરી ચાલુ થયો હતો.