Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ડીપાશા મહિડા: MRSથી શરૂ થયેલી સફર MRS INDIA QUEEN સુધી પહોંચી

Thu, May 9 2024

મોડેલિંગમાં હાથ અજમાવ્યો’ને અથાગ મહેનત થકી મળી સફળતા

પતિની સફળતા પાછળ પત્નીનો હાથ હોય છે તેમ જ ડીપાશાની સફળતા પાછળ પતિ સાહિલની પણ એટલી જ મહેનત
દિલ્હીના નોઈડામાં આયોજિત મીસ ઈન્ડિયા ક્વિન' સ્પર્ધામાં ડીપાશાએ વગાડ્યો ડંકો

એક મહિલાને માત્ર રસોઈ બનાવવા, પતિ-બાળકોની સાર-સંભાળ રાખવા અને ઘર સંભાળવા પૂરતી જ મર્યાદિત ગણવામાં આવતી હતી એ દિવસો બહુ એટલે બહુ જ જૂના થઈ ગયા છે. હવે તો મહિલા પુરુષ સમોવડી અને કદાચ પુરુષ કરતાં પણ વધુ સફળતા હાંસલ કરીને નામ રોશન કરી રહી છે. આવી જ સફળતા એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી ડીપાશા મહિડાએ મેળવી છે. વળી, આ સફળતા તેણે પરણ્યા બાદ મેળવી હોવાથી તેની કિંમત વધી જાય છે.

સામાન્ય રીતે કોઈ મહિલા પરણ્યા પહેલાં સફળ થવા માટે વધુ મહેનત કરતી હોય છે પરંતુ ડીપાશા બાબતે એવું નથી. પતિની સફળતા પાછળ પત્નીનો વધુ હાથ હોય છે તેમ જ ડીપાશાની સક્સેસ પાછળ તેના પતિ સાહિલની પણ એટલી જ મહેનત રહેવા પામી છે. એકંદરે ડીપાશાએમિસ’થી શરૂ કરેલી સફર મિસ ઈન્ડિયા ક્વિન' સુધી પહોંચી ગઈ છે અને હજુ તે ઘણું જ આગળ જવા માટે પ્રયાસ કરી રહી છે. વોઈસ ઓફ ડે’ વિમેન્સ સ્પેશ્યલ'માં આ વખતે એક એવી મહિલાની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે મોડેલિંગનો શોખ પૂર્ણ કરવા માટે સર્વસ્વ જોર લગાવી દીધું છે.

ડીપાશાને શરૂઆતથી જ મોડેલિંગનો શોખ હતો પરંતુ તેના પિતા તેના આ શોખથી વિરુદ્ધ હતા અને માતા આ બાબતનો ન તો સ્વીકાર કરતા કે ન તો ઈનકાર કરતા...! વિપરિત પરિસ્થિતિ વચ્ચે ડીપાશાએ પ્રયત્નો ચાલું રાખ્યા હતા. આ પછી ૨૦૧૨માં મુળ માંગરોળના અને હાલ રાજકોટની બેન્કમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતાં સાહિલ મહિડા સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી લગભગ દરેક પત્ની પતિ સાથે રહીને ઘર ચલાવે તેવી જ ઈચ્છા પતિની હોય છે પરંતુ સાહિલ મહિડા કંઈક અલગ હોય તેમ તેણે પત્નીના સ્વપ્નને પૂર્ણ કરવા માટે પ્રાધાન્ય આપ્યું હતું.

સાત મહિના પહેલાં અમદાવાદ ખાતે એક ઓડિશન લેવાયું હતું જેમિસ ઈન્ડિયા ક્વિન’ માટે હતું. અહીં ડીપાશાની પસંદગી થયા બાદ તેણે દિલ્હીના નોઈડા જવાનું થયું હતું જ્યાં ત્રણ દિવસ સુધી રેમ્પ વોક, ઈન્ટ્રોડક્શન રાઉન્ડ સહિતની સ્પર્ધામાંથી પસાર થયા બાદ આખરે આ સ્પર્ધા માટે તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી. એવું નથી કે ડીપાશાએ પહેલી વખત જ પ્રયત્ન કર્યો અને સફળતા મેળવી લીધી. અગાઉ પણ તેણે આ રીતે પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યારે તે વિજેતા બનવાની જગ્યાએ રનર્સ અપ રહી હતી. આ પછી તેણે હિંમત હાર્યા વગર પ્રયત્ન ચાલું રાખ્યા હતા અને આખરે મીસ ઈન્ડિયા ક્વિનનો તાજ પોતાના માથા પર પહેરીને સંતોષ માન્યો હતો. આ સ્પર્ધામાં ગુજરાતમાંથી ૪ પરિણીતાએ ભાગ લીધો હતો પરંતુ બોડી ફિટનેસ, ફેશન ડિઝાઈનિંગ, રેમ્પ વોક, ટેલેન્ટ રાઉન્ડ સહિતમાં ડીપાશાએ બાજી મારી જીત હાંસલ કરી હતી.

ડીપાશાને બોલિવૂડની ફિલ્મ મળી, ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરશે
ડીપાશા મહિડાની જાણે કે સફળતા રાહ જોઈ રહી હોય તેમ મીસ ઈન્ડિયા ક્વિન બન્યા બાદ તેને બોલિવૂડની એક ફિલ્મ પણ મળી ગઈ છે અને ટૂંક સમયમાં તેનું શૂટિંગ શરૂ થવાનું છે. આ ફિલ્મ મુંબઈના ઝુપડપટ્ટી વિસ્તાર પર આધારિત છે. આ માટેનું ઓડિશન થઈ ચૂક્યું છે જેમાં ડીપાશા પસંદગી પામી ગયા છે. આ ઉપરાંત ડીપાશાને એક શેમ્પુ કંપનીની પણ એડ મળેલી છે જેનું શૂટિંગ પણ થવા જઈ રહ્યું છે.

…ને સાઉથની ફિલ્મ મળી પણ `ના’ કહેવી પડી
ડીપાશા સાહિલ મહિડા જણાવે છે કે થોડા વર્ષ અગાઉ તેને સાઉથ ફિલ્મની ઓફર મળી હતી પરંતુ એ સમયે તે પ્રેગ્નેન્ટ હોવાને કારણે ભારે હૃદયે ઈનકાર કરવો પડ્યો હતો. આ ઈનકાર પછી અફસોસ પણ થયો હતો પરંતુ ડીપાશાએ હાર માન્યા વગર પ્રયત્ન ચાલું રાખ્યા અને આખરે બોલિવૂડની ફિલ્મ ઉપરાંત એડ પણ મેળવી છે.

કાલાવડ રોડ પર પોતાનું વિશાળ પોસ્ટર લાગે તે સ્વપ્ન…
ડિપાશા જણાવે છે મેં ભલે સફળતા હાંસલ કરી લીધી હોય પણ મારા માટે તે પૂરતી નથી. મારું સ્વપ્ન ત્યારે જ પૂરું થશે જ્યારે કાલાવડ રોડ કે જે શહેરનો અત્યંત પોશ વિસ્તાર છે અને મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે તેનું વિશાળ પોસ્ટર લાગે ત્યારે જ હું સફળ થઈ ગણાઈશ.

મોડેલિંગ સાથે જ ૮ વર્ષની બાળકીની પણ બખૂબી સંભાળ
ડીપાશા મોડેલિંગ કરવાની સાથે જ પોતાની ૮ વર્ષની બાળકીની બખૂબી સંભાળ રાખી રહી છે. આ જ રીતે પરિવારને પણ પૂરો સમય આપી રહી છે. જો કે જેમ જેમ તે આગળ વધતી જશે તેમ તેમ સમય ઘટતો જશે તે પણ સ્વાભાવિક છે.

Share Article

Other Articles

Previous

ધોરણ-12 સાયન્સમાં સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો પ્રથમ, રાજકોટ બીજા ક્રમે

Next

૪૮ કલાક ચૂંટણી ફરજ બજાવ્યા બાદ ઘેર જઈ રહેલા કોન્સ્ટેબલને ૩ વર્ષની બાળકી રડતી મળી’ને…

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
71મો નેશનલ એવોર્ડ: SRK-વિક્રાંત મેસી શ્રેષ્ઠ અભિનેતા, ‘વશ’ બેસ્ટ ગુજરાતી ફિલ્મ, જાનકી બોડીવાલા બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ
5 કલાક પહેલા
દુષ્કર્મના કેસમાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનો પૌત્ર પ્રજ્વલ રેવન્ના દોષિત જાહેર : કોર્ટમાંથી રડતો-રડતો આવ્યો બહાર
5 કલાક પહેલા
ટ્રમ્પની ટેરિફ ઇફેક્ટ: ભારતે રશિયન તેલની ખરીદી કરી બંધ, રશિયાએ ઘટાડેલું ડિસ્કાઉન્ટ પણ કારણભૂત
5 કલાક પહેલા
Bigg Boss 19 Contestants List: બિગ બોસ 19ના કન્ટેસ્ટન્ટનું લિસ્ટ આવ્યું સામે, મુનમુન દત્તા, રામ કપૂર સહીત આ સેલિબ્રિટી જોવા મળી શકે છે
5 કલાક પહેલા
Categories

નેશનલ

2312 Posts

Related Posts

હવે કેમ નહીં વધે ડુંગળીનો ભાવ ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કાલાવડ રોડ પર નકલંક ટી-સ્ટોલ-રિંગરોડ પર ટી-પોસ્ટમાંથી ચાના નમૂના લેવાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
બોલરને ‘દાદાગીરી’ ભારે પડી !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
અંધ શ્રધ્ધામાં વિશ્વાસ કરી દોરા ધાગા કરી પરણીતાને ત્રાસ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર