‘બસ્તર ધ નક્સલ સ્ટોરી’ જોવાનું ચૂકી ગયા હતા? તો હવે ઓટીટી પર જોઈ લેજો
અદા શર્મા સ્ટારર આ ફિલ્મ નક્સલી-માઓવાદી વિદ્રોહ પર આધારિત છે
જો તમે અદા શર્માની ‘બસ્તર ધ નક્સલ સ્ટોરી’ જોવાનું ચૂકી ગયા હોવ તો હવે તમે ઓટીટી પર જોઈ શકો છો. છત્તીસગઢના બસ્તર જિલ્લામાં નક્સલી-માઓવાદી વિદ્રોહ પર આધારિત સૂદીપ્તો સેનની ‘બસ્તર ધ નક્સલી સ્ટોરી’ની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે.
ધ કેરળ સ્ટોરીના નિર્માતાઓની આ ફિલ્મમાં અદા શર્માએ મુખ્ય પાત્ર ભજવ્યું છે. વર્ષની સૌથી દમદાર, પ્રભાવશાળી અને સારા રિવ્યુવાળી ફિલ્મોમાંથી એક ‘બસ્તર ધ નક્સલ સ્ટોરી’ના દર્શકોએ પણ ખૂબ જ વખાણ કર્યા હતા. હવે આ ફિલ્મ ઓટીટીના દરવાજે આવીને ઉભી છે.
આ ફિલ્મના નિર્માતાઓએ એક નવો પ્રોમો જાહેર કરીને ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ જી-5 પર 17મેથી જોવા મળશે. જે હિન્દી અને તેલુગુમાં એક સાથે રિલીઝ થશે. સોશિયલ એકાઉન્ટ એક્સ પર ફિલ્મનો પ્રોમો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, એક ઈમાનદાર અધિકારી અને તેનાથી પણ વધારે મોટી યોદ્ધા. નક્સલવાદને મૂળથી ઉખાડવા માટે આવી રહી છે નિરજા માધવન.
