ચૂંટણી પ્રચાર માટે કેજરીવાલને વચગાળાના જામીન મળી શકે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે EDને કહ્યું કે, ચૂંટણીને કારણે અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન પર વિચાર કરી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસમાં આગામી સુનાવણી મંગળવાર એટલે કે 7 મેનાં રોજ થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસમાં સમય લાગી શકે છે પરંતુ અમે ચૂંટણીના કારણે વચગાળાના જામીન પર વિચાર કરી શકીએ છીએ.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે ED તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજૂએ કહ્યું કે, ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી પર સુનાવણીમાં સમય લાગે તેવી શક્યતા છે અને તેથી કોર્ટ તેમણે વચગાળા જામીન આપવા પર તપાસ એજન્સીની દલીલ સાંભળવા પર વિચાર કરી રહી છે. આ અંગે એસવી રાજૂએ કહ્યું કે, તેઓ કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો વિરોધ કરશે.
આ અંગે બેંચે કહ્યું કે, અમે એમ જણાવી રહ્યાં છીએ કે અમે વચગાળાની જામીન પર સુનાવણી કરીશું, અમે એવું નથી કહેતા અમે વચગાળાના જામીન આપીશું. અમે વચગાળાના જામીન આપી પણ શકીએ છીએ અને ન પણ આપીએ. સુપ્રીમ કોર્ટે રાજૂને કહ્યું કે, તે 7 મેનાં રોજ વચગાળાની જામીન અરજી પર દલીલ માટે તૈયાર થઈ જાય. બેંચે કેજરીવાલની અરજી પર સુનાવણી કરી રહી છે, જેમાં ED દ્વારા તેમની ધરપકડને પડકારવામાં આવી છે.