સેકસ સ્કેન્ડલ: પ્રજ્વલ સામે શું પગલાં લેવાયા ? વાંચો
પાર્ટીએ પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ મહિલાઓના વાંધાજનક વીડિયો બનાવવા અને તેમના પર દબાણ કરવા બદલ કાર્યવાહી કરી છે. એચડી દેવગૌડાની જેડીએસએ પ્રજ્વલ રેવન્નાને સસ્પેન્ડ કરવાની નોટિસ જારી કરી હતી. પાર્ટીની કોર કમિટીની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે આ ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે સીટની રચના પણ કરી હોવાનું જાહેર કર્યું હતું.
દરમિયાનમાં તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે 47 વર્ષ જૂની કામવાળી અને 5 પીડિતાઓએ ફરિયાદ કર્યા બાદ આ ગંભીર મામલો બહાર આવ્યો હતો. હજુ પણ આ કેસમાં કેટલાક અન્ય લોકોના નામ પણ ખૂલી શકે છે.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ મંગળવારે કહ્યું કે અમે પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ કાર્યવાહી કરીશું. અમે આ અંગે રેવન્નાનું રક્ષણ કરીશું નહીં. આ શરમજનક બાબત છે. જો કે આ બારામાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુધ્ધ શરૂ થઈ ગયું હતું. આરોપી તો જર્મની ભાગી ગયો છે. તેની પાછળ જેડીએસ અને એનડીએ રાજકીય લડાઈ લડી રહ્યા છે.
માતૃશક્તિનું અપમાન સહન નથી : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આજે કહ્યું હતું કે આવો મામલો સાંખી શકાય નહીં. તેમણે કહ્યું, “ભાજપનું સ્ટેન્ડ છે કે અમે માતૃશક્તિ સાથે ઊભા છીએ. માતૃશક્તિનું અપમાન ક્યાંય પણ સહન કરવામાં આવશે નહીં. કોંગ્રેસ ટાર્ગેટ કરી રહી છે, પરંતુ મારો પ્રશ્ન એ છે કે તેણે અત્યાર સુધી કેમ પગલાં લીધા નથી. રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે. કાયદો રાજ્ય સરકારનો વિષય છે. પ્રિયંકા ગાંધી અમને સવાલ કરી રહ્યા છે, પરંતુ તમારા મુખ્યમંત્રીને સવાલ કરો.
પ્રિયંકા ગાંધીએ કહ્યું મોદી ચૂપ કેમ?
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પૂછ્યું હતું કે પીએમ મોદી આ મામલે મૌન કેમ છે? તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું
પ્રિયંકા ગાંધીએ કહ્યું, ‘આજે કર્ણાટકનો તે નેતા દેશમાંથી ફરાર છે. તેના જઘન્ય ગુનાઓ વિશે સાંભળીને જ હ્રદયસ્પર્શી છે. જેણે સેંકડો મહિલાઓની જિંદગી બરબાદ કરી નાખી. તેણે પૂછ્યું, ‘મોદીજી, શું તમે હજુ પણ મૌન રહેશો?’
વાસ્તવમાં કર્ણાટક સરકારે આ મામલે સીટ ની રચના કરી છે. પ્રજ્વલ રેવન્ના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના ઉમેદવાર તરીકે હસન લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા છે.