આજે વળી સોનાના ભાવમાં ભડકો, જુઓ કેટલા વધ્યા ભાવ
સોના અને ચાંદીમાં સતત ઉતાર ચડાવ ચાલુ છે. આજે ફરીથી એકવાર સોનામાં ભાવ વધારો જોવા મળ્યો છે. ચાંદીમાં પણ તેજી જોવા મળી છે. વાત જાણે એમ છે કે અમેરિકામાં અંદાજા કરતા વધુ ખરાબ આંકડા આવ્યા બાદ બોન્ડ યીલ્ડમાં ઝડપી વધારો જોવા મળ્યો છે અને આ બધા વચ્ચે ગ્લોબલ બજારોમાં ગોલ્ડના ભાવ વધી ગયા છે.
વાયદા બજારમાં ભાવ
ભારતીય બજારોમાં ગોલ્ડ અને સિલ્વર બંનેનું ઓપનિંગ તેજી સાથે થયું છે અને મેટલ લીલા નિશાનમાં ટ્રેડ થતી જોવા મળી. ભારતીય બજાર (MCX)માં સોનું જ્યાં 166 રૂપિયાની તેજી સાથે 71,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટ પર જોવા મળ્યું ત્યાં ચાંદી પણ 376 રૂપિયા ચડીને 81,060 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે જોવા મળી.
ગ્લોબલ સંકેત
યુએસમાં સ્પોટ ગોલ્ડ 0.6 ટકાની તેજી સાથે 2329 ડોલર પર ચાલી રહ્યો હતો. જો કે અહીં ગોલ્ડ 2431ના પોતાના ઓલ ટાઈમ હાઈથી લગભગ 100 ડોલર નીચે આવી ગયું છે. યુએસ ગોલ્ડ ફ્યૂચર 0.1 ટકા વધીને 2342 ડોલર પર હતો.
વાત જાણે એમ છે કે નબળા જીડીપી આંકડાને જોતા એવું નથી લાગતું કે યુએસ ફેડરલ રિઝર્વ બેંક હવે આટલું જલદી વ્યાજ દરોમાં ફેરફાર કરશે. આ નબળા આંકડા દર્શાવે છે કે મોંઘવારીની ચિંતા યથાવત છે અને તેના પગલે સપ્ટેમ્બરથી જૂનની પોલીસમાં કદાચ કોઈ રેટ કટ જોવા ન મળે. આ સાથે જ જીડીપી આંકડા બાદ બોન્ડ યીલ્ડમાં પણ વધારો જોવા મળ્યો છે. તે પણ 5 મહિનાથી ઉપરના હાઈ 4.7 ટકા પર પહોંચી ગયો છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 266 રૂપિયા ઉછળીને 72360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 244 રૂપિયા ચડીને 66282 રૂપિયા પર પહોંચી ગયું. જ્યારે ચાંદી 558 રૂપિયા વધીને હાલ 81456 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળી છે.