એલન મસ્કની કંપની ટેસ્લાનો પ્લાન્ટ ભારતમાં ક્યારે સ્થપાશે….? વાંચો…
Tesla Plant: સરકારની નવી ઈવી પોલિસી બાદ ટેસ્લા માટે ભારતીય માર્કેટનો માર્ગ મોકળો બની ગયો છે. એલોન મસ્કની આગેવાની હેઠળની ટેસ્લાએ મંગળવારે જાહેરાત કરી હતી કે તે તેની વર્તમાન ફેક્ટરીઓનો ઉપયોગ નવા અને વધુ સસ્તું વાહનોનું ઉત્પાદન કરવા માટે કરશે, સંભવિતપણે આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની આ વર્ષના અંત સુધીમાં કેટલીક સસ્તી ઈલેક્ટ્રિક કાર સાથે ભારતીય બજારમાં એન્ટ્રી કરશે.
આ વચ્ચે કંપની ભારતમાં પોતાનો પ્લાન્ટ લગાવવા પર પણ કામ કરી રહી છે. હવે ટેસ્લાએ કહ્યું છે કે તે વર્ષના અંતમાં નવા અને અફોર્ડેબલ ઈ-વ્હીકલ બનાવવા માટે પોતાના હાલના પ્લાન્ટનો ઉપયોગ કરશે. આવી સ્થિતિમાં કંપની ભવિષ્યમાં મેક્સિકો અને ભારતમાં નવા પ્લાન્ટ પર જે રોકાણ કરવાની છે તેની શક્યતા ઘટી ગઈ છે.
ટાર્ગેટ પૂરો નથી થયો તેમ છતાં શેરમાં તેજી
કંપનીએ જણાવ્યું હતું કે તે નવી મેન્યુફેક્ચરિંગ લાઈનમાં રોકાણ કરતા પહેલા તે 2023થી લગભગ 3 મિલિયન વ્હીકલની પોતાની વર્તમાન પ્રોજક્શન કેપેસિટીને 50% સુધી વધારવાની યોજના બનાવી રહી છે. કંપનીએ કહ્યું કે આના કારણે પહેલાની તુલનામાં ખર્ચમાં ઘટાડો નોંધાઈ શકે છે. પ્લાન્ટમાં રોકાણ કરનારા રોકાણકારોએ પણ નવી ફેક્ટરીઓમાં નવા મોડલ બનાવવાનું જોખમ ન લેવાના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. આ ક્વાર્ટર પરિણામોમાં કંપનીનો ફાયનાન્સિયલ ટાર્ગેટ પૂરો નથી થયો. તેમ છતાં ટેસ્લાના શેર 12% સુધી ઉપર ચાલી ગયા હતા.
ઈવોલ્વ ઈટીએફના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર ઈલિયટ જ્હોન્સને કહ્યું કે, મને લાગે છે કે માર્કેટમાં નવા પડકારોને સ્વીકારીને પોતાના હાલના પ્લાન્ટ્સમાં સસ્તા પ્રોડક્ટ્સ તૈયાર કરવા એ એક પોઝિટિવ પગલું છે. જો કે, કંપની પોતાની યોજના સાથે આગળ નથી વધી રહી. એક રિપોર્ટમાં કહ્યું હતું કે, ટેસ્લાએ પોતાની સસ્તી ઈલેક્ટ્રીક કાર મોડલ 2 ને લોન્ચ કરવાની યોજનાને રદ કરી દીધી છે. જેને ટેસ્લાએ ટેક્સાસ, મેક્સિકો અને ત્રીજા દેશમાં બનાવવાની યોજના બનાવી હતી. એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે, મોડલ 2ની કિંમત 25,000 ડોલર હશે. જોકે, આ અહેવાલ પર એલોન મસ્કએ સોશિયલ પર લખ્યું હતું કે, તે ખોટો છે.
ભાજપની યોજના પર હાલમાં મૌન
એ વાતની આશા હતી કે, મસ્ક સોમવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. તેઓ એક નાના અને અફોર્ડેબલ મોડલના પ્રોડક્શન માટે એક ઓટો ફેક્ટ્રીમાં મોટા રોકાણની જાહેરાત કરશે. પરંતુ એલોન મસ્કે અગમ્ય કારણોસર ભારત પ્રવાસ મુલતવી રાખ્યો છે. મસ્કે ગત વર્ષે કહ્યું હતું કે, ટેસ્લા મેક્સિકોમાં પોતાનો પ્લાન્ટ બનાવશે પરંતુ પ્લાન્ટ ક્યારે તૈયાર થશે તેનો નિર્ણય અર્થવ્યવસ્થા અને વ્યાજ દર પર નિર્ભર કરશે. ટેસ્લાએ મેક્સિકો અને ભારતમાં પોતાની યોજના પર હાલ મૌન સાધ્યુ છે.
જૂના પ્લાન્ટથી જ નવા વ્હીકલ તૈયાર થશે
જાન્યુઆરીમાં મસ્કે કહ્યું હતું કે, ટેસ્લાનો લક્ષ્ય 2025ના અર્ધ વાર્ષિક ગાળામાં નવા સસ્તા મોડલ રજૂ કરવાનો છે. આ મોડલમાં ‘રિવોલ્યુશનરી મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી’નો ઉપયોગ કરવામાં આવશે જે ટેસ્લા માટે નવો રસ્તો તૈયાર કરશે. હવે ટેસ્લાના એન્જિનિયરિંગ હેડ લાર્સ મોરાવીએ કહ્યું કે નવી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અને પ્રોડક્શન લાઈનો કેટલાક જોખમો સાથે આવે છે. આવી સ્થિતિમાં કંપનીએ ઓછી કિંમત વાળા વાહનને વધુ સારા બનાવવા માટે તેના પ્લાન્ટની ‘મેજર શિફ્ટ’માં ફેરફાર કર્યો છે.