ચેન્નાઈ કિંગ્સને જોરદાર ઝટકો: ડેવૉન કોન્વે IPLમાંથી બહાર
ચેન્નાઈ સુપરકિંગ્સને આઈપીએલમાં મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ઓપનિંગ બેટર ડેવોન કૉન્વે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ઈજાને કારણે આ વખતે કૉન્વે એક પણ મેચ રમી શક્યો નથી. તેના સ્થાને ટીમમાં ઈંગ્લેન્ડના રીચર્ડ ગ્લીસનને સામેલ કર્યો છે. ચેન્નાઈએ અત્યાર સુધીમાં ૬માંથી ચાર મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. આઈપીએલ દ્વારા જણાવાયું કે કૉન્વે ઈજાને કારણે બહાર થઈ ગયો છે. પાછલા બે વર્ષ દરમિયાન ચેન્નાઈ વતી તેણે ૨૩ મેચ રમીને ૯૨૪ રન બનાવ્યા છે જેમાં ૯ ફિફટી સામેલ છે. તેના સ્થાને હવે ચેન્નાઈએ રિચર્ડ ગ્લીસનને ટીમમાં સમાવ્યો છે. ગ્લીસને ૬ ટી-૨૦માં ઈંગ્લેન્ડ વતી રમી ૯ વિકેટ હાંસલ કરી છે. જ્યારે ટીમમાં તેણે ૧૦૧ વિકેટ હાંસલ કરી છે. તેને ૫૦ લાખ રૂપિયાની મુળ કિંમતે ટીમમાં સામેલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે કૉન્વેને ઓસ્ટે્રલિયા વિરુદ્ધ ટી-૨૦ શ્રેણી દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી.