ઢંઢેરો : વન નેશન વન ઇલેક્શન, સીએએ અને સમાન સિવિલ કોડનો અમલ
ભાજપના ચુંટણી ઢંઢેરામાં એક મહત્વનું વચન આપવામાં આવ્યું છે જે મુજબ આગામી ભાજપ સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શનનો અમલ કરવામાં આવશે અને દેશના હજારો કરોડ રૂપિયા બચાવવામાં આવશે. સરકારે આ પહેલા પણ સંકેત આપ્યો હતો.
સાથે સમાન સિવિલ કોડ અને સીએએ દેશમાં લાગુ કરવામાં આવશે. ઢંઢેરામાં એમ જણાવાયું છે કે આજે દેશને આવા કાયદાઓની જરૂર છે. લોકોમાં સમાનતાની ભાવના મજબૂત કરવા માટે આ કાયદા અનિવાર્ય બન્યા છે.
દરમિયાનમાં દેશમાં વન નેશન વન ઇલેક્શન માટે મોદી સરકાર દ્વારા બનાવાયેલી પેનલ દ્વારા આ બારામાં પોતાનો રિપોર્ટ માર્ચમાં જ રાષ્ટ્રપતિને સોંપી દેવાયો હતો. જેમાં પેનલે વન નેશન વન ઇલેક્શન શક્ય હોવાનું જણાવ્યું હતું.
દેશમાં એક સાથે બધી જ ચુંટણી કરાવી લેવાથી હજારો કરોડ રૂપિયા બચી શકશે અને ઇન્ફ્રાસ્ટ્રકચર પણ બચી જશે. અબજો રૂપિયાના ખર્ચથી દેશને બચાવી શકાશે.