એપ્રિલના છેલ્લાં અઠવાડિયામાં નરેન્દ્ર મોદીની જાહેરસભાઓ અને રોડ-શો
રાજ્યમાં અડધો ડઝન સ્થળોએ ઝંઝાવાતી પ્રચાર માટે ગોઠવાતું આયોજન
ગુજરાતમાં શુક્રવારે ચૂંટણીનું જાહેરનામું બહાર પડવાનું છે અને ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં કાર્યક્રમ ગોઠવવામાં આવી રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં એટલે કે તા. ૨૨ કે ૨૪ આસપાસ નરેન્દ્ર મોદીની જાહેરસભાઓ અને રોડ-શોનું આયોજન થઇ શકે છે. મોટાભાગે રાજકોટમાં તેમની જાહેરસભા યોજાય તેવી પણ વકી છે. ગુજરાતના વિવિધ ચાર ઝોનમાં કુલ છથી વધુ જાહેર સભાઓને સંબોધન કરશે
ગુજરાતની 26 બેઠકો સહીત વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 94 બેઠક માટે આગામી 7મી મેના રોજ મતદાન થવાનું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ચાર ઝોનમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે.
ભાજપના સુત્રોએ કહ્યું હતું કે, ૨૦ એપ્રિલ બાદ મોદી ગુજરાતમાં જાહેરસભાઓ અને રોડ શો કરશે. ગુજરાતના વિવિધ ચાર ઝોનમાં કુલ છથી વધુ જાહેર સભાઓને સંબોધન કરશે.
ભાજપે ગુજરાતની 26 બેઠક પરના ઉમેદવારો જાહેર કરી દીધા છે. તમામ ઉમેદવારોના ઉમેદવારીપત્રો ભરવાની તારીખ પણ નક્કી કરી દેવાઈ છે. આ સંજોગોમાં એક દિવસમાં બે સભા તથા એક રોડ શોનું આયોજન કરવા બાબતે પ્લાનિંગ ચાલી રહ્યું છે.