તામિલ નાડુમાં વડાપ્રધાને શું કહ્યું ? જુઓ
ડીએમકે સામે કેવો આરોપ મૂક્યો ?
વડાપ્રધાન મોદીએ ચુંટણી પ્રચાર માટે તામિલનાડુનો પ્રવાસ કર્યો હતો. જો કે તેઓ અહીં બે દિવસના પ્રવાસના બીજા દિવસે વેલ્લોર ખાતે ગયા હતા અને અહીં વિરાટ સભા સંબોધી હતી. એમણે વિપક્ષ પર આકરા હુમલા કર્યા હતા . ભાજપની દેશના વિકાસની નીતિનો ખ્યાલ આપ્યો હતો.
વડાપ્રધાને કહ્યું હતું કે મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પૂરા તામિલનાડુમાં ભાજપ છવાઈ ગયો છે. અહી લોકોને ભાજપથી ઘણી આશા છે. કોંગ્રેસ અને ડીએમકે સહિતના વિપક્ષની ટીકા કરીને મોદીએ કહ્યું હતું કે આ લોકોનો એક જ એજન્ડા છે કે જૂઠ બોલીને ગમે તેમ સત્તામાં રહેવું.
ડીએમકે દ્વારા કુશાસનની જે આંધી ચલાવાઈ છે તેનાથી લોકો થાકી ગયા છે. કોંગ્રેસ અને ડીએમકે બંને લોકોને નિરાશ કરે છે અને ભાજપ લોકોની ભલાઈ માટે જ કામ કરે છે. ડીએમકેએ તો બાળકોને પણ છોડ્યા નથી અને સ્કૂલના બાળકો પણ ડ્રગ્સના રવાડે ચડી ગયા છે.
ડ્રગ્સ અંગે જે મુખ્ય આરોપીની ધરપકડ થઈ છે તેનો સંબંધ ડીએમકે પરિવાર સાથે રહ્યો છે અને હવે હું આ બધાની પોલ ખોલીને લોકો સામે રાખી રહ્યો છું. ડીએમકે પાર્ટીનું રાજકારણ ભાગલા પડાવો અને રાજ કરો જેવી રહી છે.
કોંગ્રેસ પર પ્રહાર કરીને મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના યુવરાજ શક્તિનું અપમાન કરે છે. તામિલ નાડુની ભૂમિ પર માં શક્તિની પૂજા થાય છે. આ લોકોને જનતા બરાબર સબક શિખવાડશે તેવો વિશ્વાસ છે. મંગળવારે એમણે ચેન્નાઈમાં રોડ શો કર્યો હતો.