Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

બસ, દો મિનિટ…રાજકોટમાં એક-બે નહીં ૧૫ જાતની મેગી ખવાય છે !

Sat, April 6 2024

એક સમય હતો જ્યારે મેગી માત્ર મસાલા’ને પાણીમાં જ તૈયાર થતી, હવે તેમાં પણ આવી ગયું વેરિયેશન…

નાના બાળકથી લઈ મોટેરા સુધીનાને સવારે આપો તો પણ ચાલે’ને મધરાત્રે આપો તો પણ દોડે તેવી એક એકથી હટ કે મેગીડિશ' ઉપલબ્ધ

૭૦ રૂપિયાથી લઈ ૨૫૦ રૂપિયા ખર્ચીને પણચટાકો’ માણી રહ્યા છે સ્વાદશોખીનો
૧૨ વર્ષમાં મેગીની તો એવી ક્રાંતિ' આવી કે ખૂણે-ખૂણે આઉટલેટ શરૂ થવા લાગ્યા

ચાની ટપરીથી લઈ ફાઈવ સ્ટાર હોટેલમાં અત્યારે મેગી માંગો ત્યારે હોય છે હાજર

મેગી...આ એવો શબ્દ અને વાનગી છે જે સાંભળીયે એટલે એક વખત તો પેટ ભરીને તેને ખાઈ લેવાની તાલાવેલી જાગે...જાગે અને જાગે જ...! ભલે આ વાનગી આપણી’ નથી પરંતુ પારકા'નેપોતાના’ના બનાવી લેવાની ગુજરાતીઓમાં અનેરી કળા રહેલી છે એટલા માટે જ વર્ષોથી મેગીને આપણે પોતીકી બનાવી લીધી છે. રાજકોટનું એક પણ ઘર એવું નહીં હોય કે જ્યાં પરિવારની કોઈને કોઈ વ્યક્તિને મેગી પસંદ ન હોય…આ જ કારણથી રાજકોટમાં મેગીનો `જમાનો’ આવી ગયો છે અને એક-એકથી ચડિયાતા વેરિયેશન સાથે મેગીડિશ ઉપલબ્ધ છે.


એક સમય હતો જ્યારે મમ્મી કે બહેન તપેલી અથવા તો બાઉલમાં પાણી ગરમ કરી તેમાં પાંચ કે દસ રૂપિયાનું મેગીનું પેકેટ ઠાલવી દેતા અને પછી તેના ઉપર મેગી મસાલો છાંટીને ત્રણેક મિનિટમાં મેગી બનાવી લેતા હતા. જો કે હવે તેમાં ધરમૂળથી ફેરફાર થઈ ગયો છે અને ઘર-ઘરમાં વેરિયેશનવાળી મેગી તૈયાર થવા લાગી છે સાથે સાથે મેગીના આઉટલેટ પણ ઢગલામોઢે શરૂ થઈ રહ્યા છે. મેગી એક એવી વાનગી છે જે નાના બાળકથી લઈ મોટેરા સુધીનાને સવારે આપો તો પણ ચાલે અને મધરાત્રે પીરસો તો તો દોડે તેવી એક એકથી હટકે ડિશ મળી રહી છે.


આમ તો મેગી છેલ્લા ઘણા વર્ષોથી ખવાઈ રહી છે પરંતુ છેલ્લા ૧૨ વર્ષની અંદર આ વાનગીએ એવી ક્રાંતિ લાવી દીધી છે કે અત્યારે ૫૦થી વધુ સ્થળે અલગ-અલગ પ્રકારની મેગી મળી રહી છે અને ટોળાંરૂપે લોકો ત્યાં સ્વાદ માણવા માટે પહોંચી રહ્યા છે. અત્યારે રાજકોટમાં ચાની ટપરીથી લઈ ફાઈવ સ્ટાર હોટેલમાં મેગી મળી રહી છે અને લોકો તેના માટે ૭૦ રૂપિયાથી લઈ ૨૫૦ રૂપિયાનો ખર્ચ કરવા માટે પણ તૈયાર હોય છે. નોંધનીય વાત એ છે કે મેગીનું વેચાણ વહેલી સવારથી શરૂ થઈ જાય છે અને આખી રાત ચાલ્યે રાખે છે. આખી રાત વેચાણ ચાલું રહેવાનો મતલબ એ જ થાય કે તેને ખાવા માટે સ્વાદશોખીનોનો કોઈ જ તૂટો નથી…! મતલબ કે અડધી રાત્રે પણ કોઈને ભૂખ લાગે તો તેના માટે મેગી તૈયાર જ હોય છે.

કેવા પ્રકારની મેગી મળે છે

  • સાદી મેગી
  • ચીઝ બટર મસાલા
  • વેજ ચીઝ બટર મસાલા
  • લેમન ચીઝ બટર મસાલા
  • વેજ મસાલા
  • લેમન મસાલા
  • ચીઝ બટર તડકા
  • ચીઝ બટર ક્રન્ચી કુરકુરે
  • ચીઝ બટર ક્રીમ એન્ડ ઓનિયન
  • ચીઝ બટર ગાર્લિક
  • ટેસ્ટી તડકા
  • ક્રન્ચી કુરકુરે
  • ક્રીમ એન્ડ ઓનિયન

કોણ કેટલી મેગી ખાઈ શકે ? અમદાવાદ-રાજકોટ વચ્ચે હરિફાઈ !
રાજકોટ સહિત આખા દેશ-વિશ્વમાં મેગી એટલી જ ખવાઈ રહી છે ત્યારે ગુજરાતની વાત કરીએ તો અત્યારે મુખ્ય બે શહેરો અમદાવાદ અને રાજકોટ વચ્ચે હરિફાઈ ચાલી રહી છે. આવું એટલા માટે કેમ કે રાજકોટમાં ૧૨ વર્ષ પહેલાં મેગીની પહેલું આઉટલેટ શરૂ કરનાર યમ્મી-મમ્મી મેગી ઢાબાના માલિક દર્શન ટાંકને અમદાવાદમાં પણ મેગીનું આઉટલેટ છે ત્યારે ત્યાં જેટલી મેગીની ડિશ વેચાય છે તેટલી જ અહીં પણ એટલી જ અથવા તેના કરતા થોડી વધુ વેચાઈ રહી છે. દર્શન ટાંકનો દાવો છે કે રાજકોટમાં મેગીનું પહેલું આઉટલેટ તેણે જ શરૂ કર્યું હતું અને ત્યારબાદ અત્યારે ૫૦ જેટલા નાના-મોટા આઉટલેટ ધમધમી રહ્યા છે. આ જ રીતે વડોદરા ત્રીજા તો સુરત ચોથા ક્રમે હોવાનો દાવો તેણે કર્યો હતો.

રાજકોટમાં રોજની ૨૫૦૦ પ્લેટ મેગી વેચાઈ જાય છે: ઘરમાં ખવાય તે અલગ
દર્શન ટાંકે જણાવ્યું કે એક અંદાજ પ્રમાણે રાજકોટના દરેક આઉટલેટ પરથી રોજની ૨૫૦૦ મેગી પ્લેટ આરામથી વેચાઈ જતી હતી. કદાચ તેના કરતા વધુ હોઈ શકે પરંતુ ઓછી તો નહીં જ હોય…! આ તો થઈ વેચાણની વાત પરંતુ ઘરમાં બનીને ખવાઈ જતી મેગીની સંખ્યાની તો ગણતરી જ કરવી ઘટે…હવે આના પરથી તમે અંદાજ કાઢી શકો કે રાજકોટમાં મેગી પ્રત્યે લોકોની ઘેલછા કેટલી છે.

અમુક લોકો તપેલું ભરીને બાફી નાખે છે તો અમુક પેકેટ ખોલીને જ બનાવે છે
રાજકોટમાં ચાલી રહેલા આઉટલેટ પૈકી અમુકમાં લોકો તપેલું ભરીને મેગી બાફી નાખે છે અને તેના પછી અલગ-અલગ પ્રકારની મેગી ડિશ તૈયાર કરે છે. જ્યારે દર્શન ટાંક સહિતના વેપારી એવા છે જેઓ પેકેટ ખોલીને ગ્રાહક સામે જ મેગીની ડિશ તૈયાર કરવામાં માને છે કેમ કે મેગીનો સાચો ટેસ્ટ તેને તાજેતાજી બનાવવામાં આવે તો જ મળે છે.

એક તો મેગી ભારે ઉપર જતાં ચીઝ-બટરનો ભરપૂર ઉપયોગ: જેવા તેવાનું તો કામ જ નહીં…!
ઘણાખરા નિષ્ણાત ડૉક્ટરો મેગીને પાચનમાં ભારે વાનગી તરીકે ગણી રહ્યા છે તો અમુક ડૉક્ટરો આ વાનગીને હળવી માને છે. ખેર, એ તો ખાનારાની તાસીર ઉપર આધાર રાખે છે પરંતુ હવે તો મેગીમાં ચીઝ-બટર સહિતનો ભરપૂર ઉપયોગ કરવામાં આવતો હોય સાચે જ મેગી ભારેભરખમ થઈ જતી હોવાથી નબળી પાચનશક્તિ ધરાવતા લોકો માટે તો તે ખાવી વસતી પડી જાય છે…!

Share Article

Other Articles

Previous

યુપીની રેલીમાં વડાપ્રધાને શું કહ્યું ? જુઓ

Next

હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપથી બુમરાહ-સૂર્યકુમાર પણ નાખૂશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પેસેન્જર્સની સુવિધા વધશે! રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હીની નાઈટ ફલાઇટ ઉડાન ભરશે
17 મિનિટutes પહેલા
ઓસ્ટ્રેલિયા જઇ રહેલા 4 ગુજરાતીઓનું ઇરાનમાં અપહરણ : નગ્ન કરી માર મારી ખંડણી માંગી, સરકારની મદદથી પહોંચ્યા ભારત
31 મિનિટutes પહેલા
મોથા ચક્રવાતની ગતિ વધી રહી છે, યુપી બિહાર સહિતના રાજ્યોમાં ભારે વરસાદ શરૂ, ઓડિશા અને છત્તીસગઢમાં પણ હાઈ એલર્ટ
53 મિનિટutes પહેલા
તુર્કીમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી, કેટલાક લોકો ઘાયલ
55 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2597 Posts

Related Posts

લાલ કિલ્લા પરથી મોદીની સિંદુરી ગર્જના : PMએ સતત 12મી વખત તિરંગો લહેરાવ્યો,સૌથી લાંબા ભાષણનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
હીરાસર એરપોર્ટનું “હિર”: એક વર્ષમાં પેસેન્જર્સ  1 મિલિયનને  પાર
રાજકોટ
8 મહિના પહેલા
રાજકોટ : લાખે 5000ના કમિશનની લાલચે ઇડલીનો ધંધાર્થી રૂપિયા 13 લાખમાં ફસાયો, વાંચો શું છે સમગ્ર ઘટના
ગુજરાત
3 મહિના પહેલા
‘પાર્કિંગ’નાં નામે ઉઘાડી લૂંટ નહિ ચાલે : રાજકોટ એરપોર્ટ પર 12 મિનિટ સુધી પિકઅપ & ડ્રોપ ફ્રી, જાણો 30 મિનિટથી 2 કલાક સુધીનો ચાર્જ
ગુજરાત
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર