હેમા માલિની વિષે કોંગી નેતા શું બોલ્યા ? વાંચો
કોણે આપી નેતાને નોટિસ ?
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા સાંસદ અને મથુરાના ભાજપના ઉમેદવાર હેમા માલિની વિરુદ્ધ કથિત રીતે અભદ્ર ટિપ્પણી કર્યા બાદ વિવાદમાં ફસાયા હતા. તેમનો એક વીડિયો વાયરલ થયો હતો , જેના કારણે ભાજપના નેતાઓએ તેમના પર સતત પ્રહારો કર્યા હતા અને હરિયાણા મહિલા પંચે સુરજેવાલાને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો.
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલાએ કૈથલના ફરલ ગામમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે, “અમને લોકો ધારાસભ્ય, સાંસદ કેમ બનાવે છે. અમે હેમા માલિની તો નથી કે અમને ચાટવા માટે બનાવે છે. જો કે, આ ટિપ્પણી બાદ સુરજેવાલાએ આ મામલે સ્પષ્ટતા કરીને ભાજપ પર આરોપો લગાવ્યા હતા.
વધી રહેલા વિવાદને જોતા સુરજેવાલાએ સ્પષ્ટતા આપી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મારો ઈરાદો ક્યારેય અભિનેત્રીનું અપમાન કરવાનો નહોતો. ઉલ્લેખનીય છે કે, ભાજપના આઈટી વિભાગના વડા અમિત માલવીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કોંગ્રેસ નેતા હેમા માલિની પર અભદ્ર ટિપ્પણી કરતા જોવા મળે છે.