આજીડેમ ચોકડી નજીકથી ઝડપાયેલ 8 વાહનોને 21.87 લાખનો ખનીજ ચોરીનો દંડ
રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા આકરો દંડ ફટકારવામાં આવતા રેતીની ખનીજચોરી કરતા તત્વોમાં ફફડાટ
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન આજી ડેમ ચોકડી નજીકથી ઓવરલોડિંગ અને ખનીજ ચોરી મામલે ઝડપી લીધેલા 8 વાહનોને ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા રૂપિયા 21.87 લાખનો દંડ ફટકારતા રેતીની ખનીજચોરી કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તાજેતરમાં ટ્રાફિક ડ્રાઇવ યોજી સપાટો બોલાવ્યો હતો જેમાં આજીડેમ ચોકડી નજીકથી ટ્રાફિક પોલીસ દ્વારા રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરો પકડી પાડી ખાણખનીજ વિભાગને જાણ કરી તમામ વાહનો પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા જેમાં ડમ્પર નંબર GJ 12 AT 6611, ટ્રક નંબર GJ 03 w 9465, ડમ્પર નંબર gj13 aw 3418, ડમ્પર નંબર gj-13-ax-3192, ડમ્પર નંબર gj – 03- bv-7062, ડમ્પર નંબર gj-13-ax-4607, ડમ્પર નંબર gj-03-b-0054 અને ડમ્પર નંબર gj-03-bw-6625ના માલિકોને ખાણખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી સબબ રૂપિયા 21.87 લાખનો દંડ ફટકારી વસુલાતની કાર્યવાહી હાથ ધરી હોવાનું ખાણખનીજ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અંકિત ભટ્ટે જણાવ્યું હતું.