મનરેગા માટે શું થઈ જાહેરાત ? જુઓ
મજૂરી દરમાં કેટલો થયો વધારો ?
કેન્દ્ર સરકાર ચુંટણી પ્રચાર દરમિયાન સમાજના બધા જ વર્ગોને ખુશ કરવા માટે પ્રયાસ કરી રહી છે અને નવી જાહેરાતો થઈ રહી છે. મોદી સરકારે ગુરુવારે ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના’ હેઠળ કામ કરનારા શ્રમિકોને મોટી ભેટ આપી હતી. જો કે સરકારે વચગાળાના બજેટમાં આ મુજબનું વચન આપ્યું હતું.
મનરેગા શ્રમિકોના વેતન દરમાં 3 થી 10% સુધીનો વધારો કરી દીધો હતો. હવે શ્રમિકોને વધુ નાણા મળશે. આ સબંધે નોટિફિકેશન જારી કરીને જાણકારી આપવામાં આવી હતી. નાના અને મજૂર વર્ગને રાજી કરીને ચુંટણીમાં લાભ લેવાનો જ હેતુ હોય શકે છે તેવી ટીકા વિપક્ષ દ્વારા થઈ હતી.
કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા ચૂંટણી રહેલા નાણાકીય વર્ષ 2023-25 માટે વેતન દરોમાં આ વધારો 1 એપ્રિલ, 2024 થી લાગુ કરવામાં આવશે. સરકારી નોટિફિકેશન મુજબ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વેતન દરમાં સૌથી ઓછો 3%નો વધારો કરવામાં આવ્યો છે જ્યારે ગોવામાં વેતન દરમાં સૌથી વધુ 10.6%નો વધારો કરવામાં આવ્યો છે.
ગોવામાં જ્યાં વેતન દરમાં પ્રતિદિન 34 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વેતન દરમાં પ્રતિ દિવસ 7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
સંસદમાં રજૂ કરાયેલ વચગાળાના બજેટ દરમિયાન સરકારે મનરેગા બજેટમાં વધારો કરવાનું એલાન કર્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે નાણાંકીય વર્ષ 2024-25 માટે મનરેગાના બજેટ અંદાજ વધારીને 86,000 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યા છે, આ પહેલા નાણાંકીય વર્ષ 2023-24 માટે મનરેગાનો બજેટ અંદાજ 60,000 કરોડ રૂપિયા હતા.
