EDની કસ્ટડીમાંથી કેજરીવાલે જાહેર કર્યો પ્રથમ ઓર્ડર
દિલ્હી દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરાયેલા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ માટે ‘સરકાર જેલમાંથી ચાલશે’ મોડ શરૂ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અરવિંદ કેજરીવાલે EDની કસ્ટડીમાં પોતાનો પહેલો આદેશ જાહેર કર્યો છે, જે જળ મંત્રાલય સાથે સંબંધિત છે. આ આદેશની નોટિસ દિલ્હી સરકારના મંત્રી આતિશીને મોકલવામાં આવી છે અને લોકોને પાણીની તકલીફ ન પડે તે જોવા જણાવ્યું છે.
ધરપકડ બાદ કેજરીવાલે કહ્યું હતું કે EDના અધિકારીઓ સારી રીતે અને સન્માનપૂર્વક વર્તે છે. અટકાયત દરમિયાન પૂછપરછની ઉમ્મીદ નથી. શું તમે ડરી ગયા છો? આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે, હું બિલકુલ ડરતો નથી, તેઓ જે ઈચ્છે તે માટે હું સંપૂર્ણપણે તૈયાર છું. તેમનો ઉદ્દેશ્ય પૂછપરછ કરવાનો નથી, જનતાનું સમર્થન જ મહત્વનું છે.
કેજરીવાલને દારૂ કૌભાંડનો કિંગપિન કહેવાના પ્રશ્ન પર તેમણે કહ્યું, ‘નીતિ ઘણા સ્તરોમાંથી પસાર થઈ છે. કાયદા સચિવ, નાણાં સચિવ બધાએ સહી કરી. એલજીએ પણ હસ્તાક્ષર કર્યા હતા. સમજાતું નથી કે માત્ર કેજરીવાલ અને સિસોદિયા જ કેવી રીતે કટઘરામાં છે?
