હિમાચલ પ્રદેશના છ બળવાખોર ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો
હિમાચલ પ્રદેશનાં કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યોએ કેસરિયો ધારણ કરી લીધો છે. આ બળવાખોર ધારાસભ્યોએ હિમાચલમાં રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું, અને તેથી સ્પીકરે તમામને સસ્પેન્ડ કર્યા હતા.
આ છ ધારાસભ્યોમાં ધર્મશાલાથી સુધીર શર્મા, સુજાનપુરથી રાજિન્દર રાણા, લોહોલ સ્પિતીથી રવિ ઠાકુર, બડસરથી ઇન્દ્રદત્ત લખનપાલ, ગગરેટથી ચૈતન્ય શર્મા અને કુટલહેડથી દેવેન્દ્ર કુમાર ભુટ્ટો હવે ભાજપમાં સામેલ થયા છે.
હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાએ રાજ્યસભાની ચૂંટણીમાં બળવો કરનાર છ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા.
