Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ યાર્ડના ચાર બ્રોકરો જીરુંના વાયદામાં ડૂબ્યા ! કરોડોમાં હાથ ઉંચા કરી દીધા

Wed, March 20 2024

ચાર મહિના પહેલા જીરુંના ભાવમાં આવેલી તેજી સમયના સોદા માથે રહી જતા બ્રોકર પલાયન : મારાથી પોચાણ નહીં થાય… એક બ્રોકરે તો મેસેજથી વેપારીઓને જાણ કરી, અનેક વેપારીઓ સુધી રેલો પહોંચશે

રાજકોટ : જીરુંની તેજીના ખેલમાં રાજકોટ માર્કેટિંગના ચારેક જેટલા મોટાગજાના બ્રોકરોના ટ્રેડ માથે રહી જતા જીરુંના વાયદામાં ડૂબ્યા હોવાની યાર્ડમાં વ્યાપક ચર્ચા વચ્ચે એક બ્રોકરે તો પોતાના કર્મચારીઓને છુટા કરી દઈ હવે મારાથી પોચાણ નહીં થાય એવા મેસેજ વેપારીઓને મોકલી દેતા રાજકોટ યાર્ડમાં દેકારો બોલી ગયો છે અને આ મોટાગજાના બ્રોકરો ઉઠી ગયા બાદ આ રેલો વેપારીઓ સુધી પહોંચવાની શક્યતા પણ જોવાઈ રહી છે.

મંદીના માહોલ વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી તા.23થી 1લી એપ્રિલ સુધી માર્ચ એન્ડિંગના કારણે રજા જાહેર કરી છે એવા સમયે જ રાજકોટ યાર્ડમાં જીરુંના વેપારમાં મોટાગજાના ગણાતા ચારેક જેટલા બ્રોકરો કરોડો રૂપિયામાં ઉઠી ગયાની વ્યાપક ચર્ચાઓ ઉઠતા વેપારી આલમમાં સન્નાટો છવાઈ ગયો છે, વધુમાં સૌરાષ્ટ્રથી શરૂ થયેલ જીરુંના તેજીના ખેલમાં કાયમ માટે 5થી 7 હજાર રૂપિયા જેટલા જળવાયેલા ભાવની સામે તેજી સમયે જીરુંના ભાવ 12000ને વટાવી ગયા હતા અને આ તેજીનો પરપોટો ફૂટી જતા હાલમાં જીરુંના ભાવ 4150થી 4852 વચ્ચે અથડાઈ રહ્યો હોય અનેક વેપારીઓ અને બ્રોકરોના ટ્રેડ માથે રહી જતા બ્રોકરો કરોડો રૂપિયામાં ડૂબી ગયાનું સૂત્રો જણાવી રહ્યા છે.

બીજી તરફ ભગવાન શ્રીકૃષ્ણના એક નામ જેવી અટક ધરાવતા બ્રોકરે તો પોતાના તમામ કર્મચારીઓને છુટા કરી દઈ હવે જીરુંના સોદામાં પોતે પહોંચી શકે તેમ ન હોવાના મેસેજ વહેતા કરી દઈને હાથ ઉંચા કરી દઈ પોતાની ઓફિસને તાળા લગાવી દીધા હોવાનું તેમજ અન્ય બેથી ત્રણ બ્રોકરો પણ આવી જ રીતે ટ્રેડ માથે રહેવાથી પહોંચી શકે તેમ ન હોય લેણદારોના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હોવાનું વેપારી આલમમાંથી જ જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જીરુંના ભાવની કૃત્રિમ તેજી સૌરાષ્ટ્રમાંથી જ શરૂ થઇ હતી તેવામાં તેજીના ખેલમાં રાજકોટના બ્રોકરોના ખેલ હાલમાં મંદીના સમયે ઊંધા પડી ગયા છે. હાલમાં જીરુંની પુષ્કળ આવક વચ્ચે ભાવ દબાઈ ગયા હોય તેજીના ખેલ વખતે મૂંઝવણમાં મુકાયેલા ઊંઝાના વેપારીઓ રાજકોટના બ્રોકરોના પડતીના ખેલ જોઈ ખુશ જોવા મળી રહ્યા છે, નોંધનીય છે કે રાજકોટના બ્રોકરો હાજર વાયદાની સાથે ડબ્બામાં પણ ફસાયા હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે અને માર્ચ એન્ડિંગના વેકેશન બાદ ખૂલતામાં ઉઠી ગયેલા બ્રોકરોને કારણે વેપારીઓને પણ સહન કરવાનો વારો આવે તેમ હોવાના સંકેત મળી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

ચા,નાસ્તા અને મંડપ સર્વિસના ભાવ અડધા કરવા કોંગ્રેસની રજુઆત

Next

હાઉસફુલ ! રાજકોટમાં માર્ચ એન્ડિંગમાં અધધધ દસ્તાવેજ નોંધણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
13 વર્ષનો સંઘર્ષ અને અંતે ‘ઈચ્છામૃત્યુ’ : કોમામાં રહેલા હરીશ રાણાએ દુનિયાને કહ્યું-અલવિદા, AIIMSમાં લીધા અંતિમ શ્વાસ
26 મિનિટutes પહેલા
યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેશે…રાજ્યસભામાં PM મોદીએ કહ્યું-દેશ તૈયાર રહે, રાજ્ય સરકારોને વડાપ્રધાને આપ્યા બે ટાસ્ક
1 કલાક પહેલા
યાત્રીગણ કૃપયા ધ્યાન દે! રેલવેએ બદલ્યા ટિકિટ કેન્સલેશનના નિયમ, 8 કલાકની અંદર ટ્રેનની ટિકિટ રદ કરશો તો નહી મળે રિફંડ
2 કલાક પહેલા
ડૉક્ટર શું કરે છે તે જાણવાની ઉત્સુક્તાને કારણે કેમેરો ફિટ કર્યો, પછી જાગી લાલચ! બ્લેકમેઈલિંગ કરી પૈસા કઢાવવા બોગસ પત્રકારોનો સંપર્ક કર્યો
2 કલાક પહેલા
Categories

નેશનલ

3017 Posts

Related Posts

અમદાવાદના વસ્ત્રાલ રિંગરોડ પરના વેદ આર્કેડ મોલમાં લાગી ભીષણ આગ…જુઓ વિડિયો
ગુજરાત
3 વર્ષ પહેલા
Mahakumbh 2025: મહાકુંભ મેળામાં 1 લાખ લોકોની કરાઈ ફ્રીમાં સારવાર, હાર્ટ એટેક આવ્યા બાદ સેંકડો લોકોના જીવ બચાવાયા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દરેક લોકોના ખિસ્સા પર થશે અસર….1 ઓગષ્ટથી લાગુ થવા જઈ રહ્યા છે આ 5 મોટા ફેરફાર
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં પટેલ કારખાનેદાર હરસુખભાઈ ઠુમ્મરના ફ્લેટમાં સફાઈના નામે 14 લાખની રોકડ “સાફ” કરી નાખનાર ટોળકીએ અન્ય 3 ફ્લેટ-મકાનમાંથી પણ 20 લાખની ચોરી કર્યાનો ધડાકો
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર