સૂર્યકુમાર યાદવ ફિટનેસ ટેસ્ટમાં ફેઈલ: મુંબઈને ઝટકો
પ્રારંભીક મેચો ગુમાવશે: સ્પોર્ટસ હર્નિયાની સર્જરી બાદ સાજો થઈ રહ્યો છે
સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવને નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ) તરફથી ફિટનેસ મંજૂરી મળવાની બાકી છે એટલા માટે ૨૪ માર્ચે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ વતી તે રમી શકશે નહીં. દુનિયાના નંબર વન ટી-૨૦ બેટર સૂર્યકુમાર સ્પોર્ટસ હર્નિયાની સર્જરી બાદ સાજો થવા માટે બેંગ્લોર એનસીએમાં જ છે.
ડિસેમ્બરથી ક્રિકેટથી દૂર સૂર્યકુમારનો એનસીએમાં ફિટનેસ ટેસ્ટ કરાયો હતો જેમાં તે ફેઈલ ગયો હતો. મુંબઈ ૨૭ માર્ચે હૈદરાબાદ વિરુદ્ધ ૧ એપ્રિલે રાજસ્થાન સામે અને ૭ એપ્રિલે દિલ્હી વિરુદ્ધ રમશે જેમાં સૂર્યકુમાર રમશે કે નહીં તે નક્કી નથી. સૂર્યકુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પેઈઝ પર અસ્પષ્ટ મેસેજ પોસ્ટ કર્યા જેમાં દિલ તૂટી ગયેલી ઈમોજી બની હતી.
૩૩ વર્ષીય સૂર્યકુમાર યાદવે ૨૦૨૧માં આઈપીએલ ડેબ્યુ કર્યું હતું. ત્યારથી લઈ અત્યાર સુધી તેણે આઈપીએલમાં ૧૩૯ મેચ રમી છે જેમાં સૂર્યાએ ૧૪૩ના સ્ટ્રાઈક રેટથી ૩૨૪૯ રન બનાવ્યા છે. તેના નામે આઈપીએલમાં એક સદી અને ૨૧ ફિફટી છે.