સુપ્રીમ કોટે કોને માનહાનિ અંગે નોટિસ આપી ? વાંચો
ક્યારે હાજર થવા કહ્યું ?
સુપ્રીમ કોર્ટે પતંજલિના વડા બાબા રામદેવ અને એમના સીઇઓ બાલકૃષ્ણને અદાલતની માનહાનિ કરવા અંગે નોટિસ ફટકારી હતી અને બંનેને 2 સપ્તાહ બાદ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતો બારામાં આદેશ જારી કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ પહેલા પણ નોટિસ મોકલીને બાબા રામદેવને હાજર થવાનો આદેશ આપ્યો હતો પણ તેઓ હાજર થયા નહતા. 3 સપ્તાહની અંદર કોર્ટે બાબા અને બાલ કૃષ્ણ પાસેથી જવાબ માંગ્યો હતો. જો કે બંનેએ તેની અવગણના કરી હતી. સુપ્રીમ કોર્ટે જાહેરાત પ્રસિધ્ધ કરવા ઉપર પણ રોક લગાવી હતી.
ઇંડિયન મેડિકલ એસોસીએશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી એવી રાવ કરી હતી કે પતંજલિ આયુર્વેદની જાહેરાતો ખોટા દાવા અને ભ્રમ ફેલાવે છે. પતંજલિ આયુર્વેદે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ જાહેરાત પ્રસિધ્ધ કરાવશે નહીં. આમ છતાં જાહેરાતો પ્રસિધ્ધ થઈ હતી.
આ મુદ્દા પર કોર્ટે બાબા રામદેવ અને બાલ કૃષ્ણનો જવાબ માંગ્યો હતો પણ બંનેએ જવાબ નહીં આપતાં અદાલતે માનહાનિની નોટિસ ફટકારીને કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો હતો.