લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શુક્રવારે પટનાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને 6 કલાક ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ થોડો સમય ઓક્સિજન સપોર્ટ પર પણ હતા.
