IPLમાં ૬ રન બનાવતાં જ ઈતિહાસ રચશે કોહલી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પાસે આઈપીએલમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. આઈપીએલની ૧૭મી સીઝનની શરૂઆત ૨૨ માર્ચે થશે અને પ્રથમ મુકાબલામાં જ બેંગ્લોરની ટક્કર ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સામે થશે. આ મેચમાં કોહલી છ રન બનાવશે કે ઈતિહાસ રચાઈ જશે. કોહલી આ લીગનો એકમાત્ર એવો ખેલાડી છે જે પાછલી ૧૬ સીઝનથી બેંગ્લોર વતી રમી રહ્યો છે. તેના સામે આ લીગમાં સૌથી વધુ રન બનાવવાની સાથે જ હવે સૌથી વધુ સદી બનાવવાનો પણ રેકોર્ડ છે. એટલું જ નહીં તેના નામે એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ છે. હવે તે ટી-૨૦ ફોર્મેટમાં ભારત વતી ૧૨,૦૦૦ રન બનાવનારો પહેલો ખેલાડી બનવાની અણીએ છે. કોહલીએ ૧૧૯૯૪ રન બનાવી લીધા છે જેમાં ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ૪૦૩૭ અને આઈપીએલમાં ૭૨૬૩ રન સામેલ છે.