દિલ્હીને વધુ એક ઝટકો: લૂંગી એનગીડી આઉટ
૨૯ દડામાં સદી બનાવનાર જૈક ફ્રેઝરનો ટીમમાં સમાવેશ
નવીદિલ્હી સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર લુંગી એનગીડી આઈપીએલમાં રમશે નહીં. તે દિલ્હી કેપિટલ્સ ટીમનો હિસ્સો હતો પરંતુ ઈજાને કારણે તે બહાર થઈ ગયો છે. એનગીડી આઈપીએલની નવી સીઝનમાંથી બહાર થનારો દિલ્હી કેપિટલ્સનો બીજો ખેલાડી છે. તેના પહેલાં ઈંગ્લીશ બેટર હૈરી બ્રુકે પણ પોતાનું નામ પરત લઈ લીધું હતું. બ્રુક ફિટ છે પરંતુ વ્યક્તિગત કારણોસર તેણે ટૂર્નામેન્ટ નહીં રમવાનો નિર્ણય લીધો છે. બીજી બાજુ દિલ્હી કેપિટલ્સે ઑસ્ટે્રલિયાના વિસ્ફોટક યુવા બેટર જૈક ફ્રેઝર મૈકગર્કને ટીમમાં સામેલ કર્યો છે. ૨૧ વર્ષીય આ ખેલાડીએ અત્યાર સુધી બે વન-ડે મેચ રમી છે જેમાં ૫૧ રન બનાવ્યા છે પરંતુ તેની સ્ટ્રાઈક રેટ ૨૨૨ની છે. લિસ્ટ
એ’ ક્રિકેટમાં તેણે માત્ર ૧૮ ઈનિંગમાં ૫૨૫ રન બનાવ્યા છે જેમાં એક સદી અને એક ફિફટીનો સમાવેશ થાય છે.
તેણે ૨૯ દડામાં સદી પણ બનાવી છે જે પ્રોફેશ્નલ ક્રિકેટ ઈતિહાસની સૌથી ઝડપી સદી છે. તેણે પાછલા વર્ષે માર્શ કપ દરમિયાન આ કારનામું કર્યું હતું. આઈપીએલની હરાજીમાં તેને કોઈએ ખરીદ કર્યો ન્હોતો પરંતુ હવે તે આઈપીએલ રમતો જોવા મળશે.